ખાતમુહૂર્ત:રાજ્યના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે વાપી નગરપાલિકાના 16.31 કરોડના જનસુખાકારીના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરાયું

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાપી નગરપાલિકા વિસ્તારમાં ચોમાસા દરમિયાન બિસ્માર બનેલા રસ્તાઓ, વરસાદી ગટર, ઓવર હેડ પીવાના પાણીની ટાંકી અંડરગ્રાઉન્ડ સંપ અને સોલીડવેસ્ટ મેનેજમેન્ટ સાઈટના અપગ્રેડેશનનું નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજિત 16.31 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાનારા આ વિકાસના કામો ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની ખાતરી નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ આપી હતી.

આ કામોનો સમાવેશ
વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાના રૂપિયા 16.31 કરોડના ખર્ચે તૈયાર થનારા જનસુખાકારીના વિવિધ કામોનું આજે તા. 10 મી સપ્ટેમ્બરે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિક મંત્રી કનુભાઇ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યું હતું. મંત્રીએ વાપી નગપાલિકાનાં વિવિઘ વોર્ડના ખાતમુહૂર્ત કરેલા કામોમાં ડુંગરા ડુંગરી ફળિયામાં આવેલ આઝાદ નગર વિસ્તારમાં રૂપિયા 2,01,35,400 ખર્ચે તૈયાર થનાર પીવાના પાણીની 5 લાખ લીટરની અને 22 મીટર ઊંચી આર. સી. સી. ઓવરહેડ ટેન્ક અને 10 લાખ લીટરનો અંડર ગ્રાઉન્ડ સંપ તેમજ 1488 મીટરની 300 એમ. એમ. ડાયા (ડી. આઇ. કે -7 ) રાઈઝિંગ મેઇન પાઇપ લાઇન નાખવાનું કામ, વૉર્ડ નં. 10 માં રૂપિયા 6,79,949ના ખર્ચે સુલપડ કોળીવાડ વિસ્તારમાં રણજીતભાઈ ના ઘરથી નરેશભાઈના ઘર સુધી બોક્સ ગટર બનાવવાનું કામ, વોર્ડ નં. 4માં રૂપિયા 45.76 લાખના ખર્ચે મૈત્રીનગરના રસ્તા સિમેન્ટ કોન્ક્રીટથી બનાવવાનું કામ, ચલા ચીકુવાડી થી દમણરોડ થઈ પટેલ ફળિયા રોહિત વાસ ડાભેલ ની હદ સુધીની કુદરતી કાંસ ઉપર રૂપિયા 10.86 કરોડના ખર્ચે RCC લાઇનિંગ કરવાનું કામ, વોર્ડ નંબર 2 માં આવેલ ચલા દમણ રોડ ટાઈમ સ્ક્વેરથી કરસનજી પાર્કની હયાત ગટરને જોડતી આરસીસી પાઇપ નાખી રૂપિયા 8.14 લાખના ખર્ચે ગટર બનાવવાનું કામ, વોર્ડ નંબર 2 માં આવેલ સતાધાર સોસાયટીના રૂપિયા 73.84 લાખના ખર્ચે મુખ્ય રસ્તા તથા આંતરિક રસ્તા બનાવવાનું કામ તથા વાપી નગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની સાઈટ રૂપિયા 2.08 કરોડના ખર્ચે અપગ્રેડેશન કરવાના કામનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ, ઉપપ્રમુખ અભયભાઈ શાહ , કારોબારી ચેરમેન મિતેશભાઇ દેસાઈ, જિલ્લા સંગઠનમહામંત્રી શીલ્પેશભાઈ દેસાઈ, શહેર સંગઠન પ્રમુખ સતિષભાઈ પટેલ,વાપી નોટિફાઈ પ્રમુખ હેમંતભાઈ પટેલ અને વાપી નગરપાલિકા ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલ અને નગરપાલિકાના કોર્પોરેટર અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...