ખાતમુહૂર્ત:વાપીના સૌથી મહત્વના કોપરલી રોડના ફોરલેન અને નવિનીકરણના કામનું ખાતમુહૂર્ત કરાયું

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના નાણાં મંત્રી કનુભાઇ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

ઔધોગિક નગરી વાપીમાં મધ્યમાંથી પસાર થતાં વાપીના સૌથી મહત્વના માર્ગ એવા કોપરલી રોડના ફોરલેન અને નવિનીકરણના કામનું આજે રાજ્યના નાણાં મંત્રી કનુભાઇ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, વલસાડના પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ જ્યારથી રાજ્યના નાણા મંત્રીનો હોદ્દો સંભાળ્યો છે. ત્યારથી તેમના મત વિસ્તાર વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લાના વર્ષો જૂના પડતર પ્રશ્નોનો નિકાલ આવી રહ્યો છે. અને જિલ્લાના મહત્વના મોટા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સિલસિલો ચાલી રહ્યો છે.

એવા સમયે વાપીના મધ્યમાંથી પસાર થતા અને ટ્રાફિક નું સૌથી વધુ ભારણ ધરાવતા વાપીના કોપરલી રોડ ને નવીની કરણ કરીને ફોરલેન કરવા અને નવિનીકરણ માટે અનેક વખત રજૂઆતો થઈ હતી. જોકે. અત્યાર સુધી કોઈ નિવેડો આવ્યો ન હતો. પરંતુ આ વિસ્તારના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ એ નાણાં મંત્રીનો હોદ્દો સંભાળતા જ વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં વિકાસના કામોમાં તેજગતિ આવી છે.

આથી વાપીના આ મહત્વના કાર્યક્રમ માં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નાણામંત્રીએ આગામી ટૂંક સમયમાં જ વાપી એક નવું વાપી બનવા જઈ રહી હોવાની જણાવ્યું હતું. સાથે જ વાપીમાં ચાલી રહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેક વિકાસના કામો ને કારણે વાપીને એક નવી ઓળખ મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ વાપીમાંથી પસાર રહ્યો છે. અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નું સૌથી મોટું સ્ટેશન વાપીમાં બની રહ્યું હોવાથી વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી વાપીને અનેક રીતે ફાયદા કારક પુરવાર થશે તેવું નાણામંત્રી એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...