• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi Student Who Has Been Playing For Gujarat Team For 6 Years Will Showcase Her Skills In 36 National Volleyball Games 2022

ભાસ્કર વિશેષ:6 વર્ષથી ગુજરાતની ટીમમાંથી રમતી વાપીની વિદ્યાર્થીની 36 નેશનલ વોલીબોલ ગેમ્સ-2022માં કૌશલ્ય દર્શાવશે

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3થી 8 ઓક્ટોબર સુધી સુરતના ડુમ્મસ દરિયા કિનારે રમાશે

વાપીના ખેલાડીઓ હવે રાજય અને નેશનલ કક્ષાની સ્પર્ધામાં ઝળકી રહ્યાં છે. વાપીની વિદ્યાર્થિની 6 વર્ષથી ગુજરાતની ટીમમાંથી રમતાં હવે 36 નેશનલ વોલીબોલ ગેમ્સ-2022 માટે પસંદગી થઇ છે. આ ગેમ્સ 3 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી સુરતના ડુમ્મસ દરિયા કિનારે રમાશે. વાપીના વિદ્યાર્થિની હવે નેશનલ કક્ષાએ પોતાનુ કૌશલ્ય દર્શાવશે.

વાપીની પાંડે મહેક છેસ્સા 6 વર્ષથી ગુજરાતની ટીમમાંથી વોલીબોલની મેચો રમી રહી છે. હરિયાણા પંચકુલા સહિત અનેક સ્થળોએ તેમણે સારુ પ્રદર્શન કર્યુ હતું. જેના કારણે હવે 36 નેશનલ ગેમ્સ-2022ની ગુજરાત રાજ્યની બીચ વોલીબોલ ઓપન કેટેગરી ટીમમાં વાપી સેન્ટ ફ્રાન્સીસ હાઇસ્કૂલની ભૂતપૂર્વ વિદ્યાર્થીની પાંડે મહેકની પસંદગી થઇ છે. આ ટુર્નામેન્ટ 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર 2022 સુધી ગુજરાત રાજ્યમાં રમવાની છે. 3 થી 8 ઓક્ટોબર સુધી સુરતના ડુમ્મસ દરિયા કિનારે રમાશે. જેમાં દેશભરના ખેલાડીઓ ભાગ લેશે.

પાંડે મહેક આ રમતમાં રાજ્ય વતી રમશે.તેણે શાળાના મેદાન અને જીમમાં સતત પ્રેક્ટિક કરી આ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે. જે બદલ શાળાના આચાર્ય તેમજ પરિવાર આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે અને તેના ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવે છે. હવે વાપી શહેરના ખેલાડીઓ રાજય અને નેશનલ લેવલે ઝળકી રહ્યાં છે. ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...