જામીન નામંજૂર:વલસાડના ભિલાડ હાઈવે પરથી MD ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીએ કરેલ વચગાળાની જામીન અરજી રદ કરતી વાપી સ્પેશિયલ કોર્ટ

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ હાઇવે ઉપર ડ્રગ્સના જથ્થા સાથે આવવાના હોવાની બાતમી ગુજરાત ATSની ટીમને મળી હતી. મળેલી બાતમીના આધારે હાઇવે ઉપર આવેલી એક હોટલના પાર્કિંગમાં વોચ ગોઠવી હતી. જેના આધારે બતમીવાળા ઇસમોને 274.64 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે 4 આરોપીને ઝડપી પાડયા હતા. તે કેસમાં એક આરોપીએ બીમાર પત્નીની સારવાર માટે 30 દિવસના વચગાળાના જામીન અરજી રજૂ કરી હતી. DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની સેશન્સ કોર્ટના જજ કે જે મોદીએ આરોપીના વચગાળાના જામીન ફગાવતો હુકમ કર્યો હતો.

ગુજરાત ATSની ટીમને 11 નવેમ્બર 2020ના રોજ મળેલી બાતમીના આધારે મુંબઈથી એક બાઈક ચાલક ભિલાડ ખાતે આવેલી રાધે કાઠિયાવાડ હોટલના પાર્કિંગની બાજુમાં ભિલાડ ખાતે 2 અજાણ્યા ઇસમોને ડ્રગ્સનો જથ્થો આપવા જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે ગાંધીનગર ATSની ટીમે ભિલાડ હાઇવે ઉપર વોચ ગોઠવી હતી. જે દરમ્યાન બાતમીના નંબરવાળી બાઈક આવતા બાઈક ઉપર સવાર 2 ઈસમો અજાણ્યા ઇસમોને ડ્રગ્સનું પાર્સલ આપતા ATSની ટીમે રંગેહાથ ઝડપી પાડયા હતા. તે કેસમાં સંડોવાયેલા આરોપી તોસિફ ઉર્ફે તોયલા ઇકબાલ પટેલની પત્ની બીમાર રહેતી હોવાથી વાપીની સ્પેશ્યલ કોર્ટમાં પત્નીની સારવાર કરવા માટે જેલમાંથી મુક્ત થતા વચગાળાના 30 દિવસના જામીન અરજી રજૂ કરી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની સ્પેશયલ કોર્ટના જજ કે જે મોદીએ MD ડ્રગ્સના કેસમાં સંડોવાયેલા આરોપી તોસિફ ઉર્ફે તોયલા ઇકબાલ પટેલના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...