જામીન નામંજૂર:વલસાડના ઉમરગામમાં સગીરા પર દુષ્કર્મ આચરવાના આરોપમાં આરોપીએ કરેલી બીજીવાર કરેલી જામીન અરજી રદ, વાપી સેશન્સ કોર્ટનો ચુકાદો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડના ઉમરગામ તાલુકામાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર આરોપીએ જેલમાંથી છુટવા માટે બીજીવખત કરેલી જામીન અરજી વાપી સેશન્સ કોર્ટ દ્વારા રદ કરી દેવામાં આવી છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રહેતી અને પિતાને ભેંસના તબેલામાં મદદ કરતી 16 વર્ષની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી આરોપીએ પ્રેમ જાળમાં ફસાવી હતી. જે બાદ આરોપીએ 10મી માર્ચ 2022ના રોજ વહેલી સવારે સગીરાનું અપહરણ કરી ગયો હતો. સગીરાના અપહરણ બાદ સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં ઝડપાયેલા આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ થયા બાદ આરોપીએ જેલમાંથી મુક્ત થવા બીજી વખત કરેલી જામીન અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખી વાપીની સેશન્સ કોર્ટના જજ K J મોદીએ આરોપીના જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રહેતી એક 16 વર્ષિય સગીરાને ઉમરગામ તાલુકાના ફણસા ગામમાં રહેતો માધવજી રબારી નામના ઈસમે સગીરાને લલચાવી-ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી હતી. સગીરાના પરિવારના સભ્યોને તેના પ્રેમસંબંધની જાણ થઈ ગઈ હતી. જેથી 10મી માર્ચ 2022ની વહેલી સવારે સાડા ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે માધવજી રબારી સગીરાને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હતો. પરિવારના સભ્યોને સવારે સગીરા ઘરે મળી ન આવતા આજુબાજુના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી. પરિવારના સભ્યોએ આરોપી માધવજી રબારીના ઘરે પણ શોધખોળ હાથ ધરતા માધવજી રબારી મળી આવ્યો ન હતો. જેથી નજીકના પોલીસ મથકે સગીરાના પિતાએ માધવજી રબારીએ સગીરાનું અપહરણ કર્યું હોવાની FIR નોંધાવી હતી. જે કેસમાં પોલીસે તપાસ કર્યા બાદ સગીરા સાથે આરોપી માધવજી રબારીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી. અને સગીરાની પ્રાથમિક પૂછપરછ કરતા સગીરાની મરજી વિરુદ્ધ આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું જણાય આવતા પોલીસે દુષ્કર્મની કલમ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

વાપી સેશન્સ કોર્ટમાં પોલીસે વિરુદ્ધ ચાર્જશીટ રજુ કર્યા બાદ આરોપી માધવજી રબારીએ 20મી મે 2022 ના રોજ વાપીની સેશન્સ કોર્ટમાં જેલમાંથી મુક્ત થવા જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખી વાપી સેશન્સ કોર્ટના જજ K J મોદીએ આરોપી માધવજી રબારીના જામીન અરજી નામંજુર કરવાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...