તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi Salvav Swaminarayan School Will Provide Free Education Up To Std. 12 To The Girls Who Lost Their Parents' Umbrella In Koro Epidemic.

ઉમદા કાર્ય:કોરોના મહામારીમાં માતા પિતાની છત્ર ગુમાવનાર બાળકીઓને વાપી સલવાવ સ્વામિનારાયણ સ્કૂલ ધો.12 સુધી વિનામૂલ્યે ભણાવશે

વલસાડ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્ટેલ સુવિધા સહિત સંપૂર્ણ મફત શિક્ષણ આપવાનો નિર્ણય
  • ગુજરાત કે સીબીએસસી બોર્ડ ધો-5થી 12 સુધીની સેવા આપશે

વલસાડ જિલ્લામાં કોરોના મહામારીમાં જે દીકરીઓએ કોરોનામાં પોતાના માતા પિતાનું છત્ર ગુમાવ્યું છે. તેવી નિરાધાર દીકરીઓને સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર, સલવાવ ધોરણ-5થી 12 ગુજરાતી કે અંગ્રેજી માધ્યમ, સીબીએસસી બોર્ડમાં હોસ્ટેલ સુવિધા સહિત સંપૂર્ણ મફત શિક્ષણ આપવાનો નિર્ણય શાળા સંચાલક મંડળે કર્યો છે.

હોસ્ટેલ, ભોજન સાથે મફત શિક્ષણ આપવામાં આવશે

શિક્ષણ સાથે સમાજ સેવાને વરેલી એવી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર, સલવાવ સંચાલિત સ્વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવના ટ્રસ્ટી કપિલ સ્વામીજીના જણાવ્યા પ્રમાણે પ્રવર્તમાન સમયમાં કોરોના મહામારીને કારણે અનેક સામાજિક પ્રશ્નો ઉભા થયા છે. અને તે પૈકી એક શિક્ષણનો પ્રશ્ન પણ મોટો છે. સમાજનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાનું દાયિત્વ સમાજને છે. અને આવા શૈક્ષણિક દાયિત્વને નિભાવવા અને કન્યા કેળવણીના મહત્વને ધ્યાનમાં રાખી સામાજિક સેવા માટે અગ્રેસર સ્વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ દ્વારા આ કોરોના મહામારી થકી જે દીકરીઓના માતા-પિતાનું અવસાન થયું છે. તેવી દીકરીઓને હોસ્ટેલ, ભોજન, પુસ્તક સહિત સંપૂર્ણ સુવિધા સાથે મફત શિક્ષણ આપવામાં આવશે.

ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ આપવામાં આવશે

પ્રવેશ ધોરણ 5 અને તેથી ઉપર ધોરણ 12 સુધીના કોઈપણ વર્ગમાં તેમજ ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને સીબીએસસી જે પેટર્નમાં પ્રવેશ યોગ્ય હશે. તે પેટર્નમાં પ્રવેશ આપવામાં આવશે. આવી દીકરીઓના સંબધી, વાલીઓએ સંસ્થાના સંસ્થાનો સંપર્ક કરીને જરૂરી પુરાવા આપીને વિદ્યાર્થીનીઓનો શાળા પ્રવેશ માટે સમયસર જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવા સંસ્થાના ટ્રસ્ટી કપિલ સ્વામીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...