તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રમિકોનું સ્થળાંતર:બાંદ્રા-પટના ટ્રેનમાં વતન વાપસી કરી રહેલા શ્રમિકોથી ઉભરાયું વાપીનું રેલવે સ્ટેશન

વલસાડ11 દિવસ પહેલા
 • 5, 12, 19, 26 એપ્રિલ અને 3 મેનાં રોજ વાપી રેલવે સ્ટેશને કીડીયારૂ ઉભરાયું
 • GRP અને RPF મુખદર્શન બની કોરોના સંક્રમણ ફેલાવતા લોકોને જોતી રહી
 • લોકડાઉનની ભીતિને લઈને શ્રમિકો પોતાના માદરે વતન જવા માટે રવાના થયા

વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણ અટકાવવા 5 મે સુધી નાઈટ કર્ફ્યૂ અને દિવસમાં મીની લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. જેની અસર દાદરા નગર હવેલી અને વાપી તેમજ જિલ્લામાં રહેતા ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના શ્રમિક કામદારોમાં જોવા મળી રહી છે. વધુ લોકડાઉનની ભીતિને લઈને શ્રમિકો પોતાના માદરે વતન જવા માટે રવાના થઈ રહ્યા છે. ગતરાતે બાંદ્રા-પટના ટ્રેનમાં વતન વાપસી કરી રહેલા શ્રમિકોથી વાપીનું રેલવે સ્ટેશન ઉભરાયું હતું. આ પહેલા 5, 12, 19 અને 26 એપ્રિલના રોજ પણ વાપી સ્ટેશને શ્રમિકોની ભીડ જોવા મળી હતી.

સેલવાસમાં ચાલી રહેલા નાઈટ કર્ફ્યૂની મુદ્દત 31 મે સુધી લંબાવવામાં આવી છે. દાદરા નગર હવેલીમાં રહેતા શ્રમિઓને લોકડાઉનની ભીતિ અને ગામમાં પરિવારના સભ્યોને લગ્ન પ્રસંગમાં હાજરી આપવું અનિવાર્ય હોવાથી શ્રમિકો માદરે વતન તરફ જતા જોવા મળી રહ્યા છે. વાપી રેલવે સ્ટેશન ખાતે પણ શ્રમિકોની વતન જવાની ટ્રેનમાં ભીડ જોવા મળી રહી છે. વાપી રેલવે સ્ટેશન ખાતે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર પણ શ્રમિકોને ટોળા જોવા મળી રહ્યા હતા. લોકડાઉનની ભયથી સ્થળાંતરકામદારોનુ જણાવવાનું છે કે, અમે લોકો અહીં કમાવવા માટે આવેલા છીયે, પરંતુ જો ગત વર્ષની જેમ અહીં પણ લોકડાઉન લાગી જશે તો અમે અહીં જ અટવાય જઈશુ. અમે અમારા ગામ પહોંચીને પોતાના પરિવાર સાથે તો રહી શકીશું અહીં રહેવા કરતા અમારા ગામ જઈ રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો