જામીન રદ:વલસાડના ઉમરગામ તાલુકામાં રહેતી સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીની જામીન અરજી ફગાવતી વાપી પોક્સો કોર્ટ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રહેતી 16 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જનાર અને સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર આરોપીના જામીન અરજી વલસાડ પોક્સો કોર્ટે રદ કરી હતી.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રહેતી એક સગીરાને ફણસા ગામમાં રહેતો એક યુવકે લગ્ન કરવાની લાલચ આપી સગીરાને ભગાડી લઈ જઇ સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીએ જેલમાંથી મુક્ત થવા કરેલી જામીન અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી વાપીની પોક્સો એક્ટ હેઠળની સ્પેશિયલ કોર્ટના જજ K J મોદીએ આરોપીના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રહેતી એક સગીરાને ફણસા ગામમાં રહેતો માવજી દાનાજીભાઈ રબારીએ 16મી માર્ચ 2022ના રોજ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી સગીરાને ઘરેથી ભગાડી ગયો હતો. સગીરા ઘરે ન મળતા સગીરાના પરિવારજનોએ આજુબાજુના વિસ્તારમાં સગીરાની શોધખોળ હાથ ધરી હતી. સગીરા ઘરે ન મળતા સગીરાના પરિવારના સભ્યોએ નજીકના પોલીસ મથકે સગીરા અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં સગીરાના પરિવારે પણ ફણસા ખાતે રહેતા માવજી રબારી નામના યુવક ઉપર શંકા દર્શાવી હતી જેના આધારે વલસાડ પોલીસે તપાસ કરતા આરોપી માવજી રબારીને સગીરા સાથે ઝડપી પાડયો હતો. સગીરાને ભગાડી ગયા બાદ માવજી રબારીએ સગીરાની મરજી વિરુદ્ધ સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. તે કેસમાં 14 એપ્રિલના રોજ આરોપી માવજી રબારીએ જેલમાંથી મુક્ત થવા જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી વાપીની પોકસો એક્ટ હેઠળની સ્પેશિયલ કોર્ટના જજ K J મોદીએ આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...