તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રમિકોનું સ્થળાંતર:વાપીનું રેલવે સ્ટેશનથી શ્રમિકોથી ઉભરાયું, બાંદ્રા-પટના ટ્રેનથી વતન જવા શ્રમિકોનો ધસારો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5, 12, 19, 26 એપ્રિલ, 3 મે અને 10મી મેનાં રોજ વાપી રેલવે સ્ટેશને કીડીયારૂ ઉભરાયું
  • GRP અને RPF મુખદર્શન બની કોરોના સંક્રમણ ફેલાવતા લોકોને જોતી રહી

વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે 12 મે સુધી નાઇટ કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યો છે. જ્યારે વિકેન્ડસમાં પણ સંપૂર્ણ બંધ આપવામાં આવી રહ્યું છે. જેના કારણે રોજગારી અર્થે આવેલા પરપ્રાંતિયોએ વતનની વાટ પકડી છે. દાદરા નાગર હવેલી અને વાપી તથા જિલ્લામાં રહેતા ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના શ્રમિક કામદરો લોકડાઉનની ભીતિને લઇને પોતાના વતન જઇ રહ્યાં છે. જેના કારણે બાંદ્રા-પટના ટ્રેનમાં વતન જઇ રહેલા શ્રમિકોથી વાપીનું રેલવે સ્ટેશન ઉભરાયું હતું. આ પહેલા 5, 12, 19 અને 26 એપ્રિલ અને 3જી મે ના રોજ પણ વાપી સ્ટેશને શ્રમિકોની ભીડ જોવા મળી હતી.

સેલવાસમાં ચાલી રહેલા નાઈટ કર્ફ્યૂની મુદ્દત 31 મે સુધી લંબાવવામાં આવી છે. દાદરા નગર હવેલીમાં રહેતા શ્રમિઓને લોકડાઉનની ભીતિ અને ગામમાં પરિવારના સભ્યોને લગ્ન પ્રસંગમાં હાજરી આપવું અનિવાર્ય હોવાથી શ્રમિકો માદરે વતન તરફ જતા જોવા મળી રહ્યા છે. વાપી રેલવે સ્ટેશન ખાતે પણ શ્રમિકોની વતન જવાની ટ્રેનમાં ભીડ જોવા મળી રહી છે. વાપી રેલવે સ્ટેશન ખાતે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર પણ શ્રમિકોને ટોળા જોવા મળી રહ્યા હતા. લોકડાઉનની ભયથી સ્થળાંતરકામદારોનુ જણાવવાનું છે કે, અમે લોકો અહીં કમાવવા માટે આવેલા છીયે, પરંતુ જો ગત વર્ષની જેમ અહીં પણ લોકડાઉન લાગી જશે તો અમે અહીં જ અટવાય જઈશુ. અમે અમારા ગામ પહોંચીને પોતાના પરિવાર સાથે તો રહી શકીશું અહીં રહેવા કરતા અમારા ગામ જઈ રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...