આરોપીને સજા:ઉમરગામ તાલુકાની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને વાપી કોર્ટે 20 વર્ષ કેદની સજા ફટકારી

વલસાડ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની એક 16 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લોભામણી લાલચ આપીને 24 નવેમ્બરના રોજ 2 સંતાનોના પિતાએ સગીરાનું અપહરણ કર્યું હતું. તે કેસ વાપીની પોકસો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી જતા DGP અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ધ્યાને રાખીને સાથે મેડિકલ પુરાવા તેમજ સગીરાની જુબાનીને ગ્રાહ્ય રાખીને આરોપી યુવકને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.

ઉમરગામ્ તાલુકામાં રહેતી એક 16 વર્ષીય સગીરાને પિતાએ ઘર નજીક આવેલી તની રૂમ 2 સંતાનના પિતાને પરિવાર સાથે રહેવા માટે રૂમ ભાડે આપી હતી. જે દરમ્યમ મકાન માલિકની સગીરા ઉપર ભાડુઆતની નજર બગડી હતી. જે બાદ ભાડુઆતે સગીરાને લગ્ન કરવાની લોભામણી લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ 24 નવેમ્બરના રોજ ભાડુઆતે સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને સગીરાનું અપહરણ કર્યું હતું. આરોપી યુવકે સગીરાનું અપહરણ કરીને સગીરાને મહારાષ્ટ્ર, દિલ્હી અને પંજાબ અને બિહાર ખાતે આવેલા વતન લઈ ગયો હતો. જ્યાં સગીરાની મરજી વિરુદ્ધ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. સગીરાને પરિવારે સગીરાને અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ઉમરગામ પોલીસે સગીરાને આરોપીનો સાથે બિહારથી ઝડપી પાડ્યો હતો. આરોપી 2 બાળકોનો પિતા હોવા છત્તા સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ કેસ વાપીની પોકસો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી જતા DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને અને મેડિકલ પુરાવા તેમજ સગીરાની જુબાનીને સાંભળ્યા બાદ વાપીની પોકસો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટના જજ કે જે મોદીએ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને સગીરાને પરિવારને 5 લાખ ચૂકવવા આદેશ કર્યો છે.

(1) આરોપીને આઇ.પી.સી ની કલમ. 363 નાં ગુનામાં 7 વર્ષની સખત કેદની સજા અને ₹.5 હજારનો દંડ અને જો દંડ નહિ ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો તથા (2) આપીને આઇ પી સી ની કલમ. 366 નાં ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા અને ₹. 5 હજારનો દંડ અને જો દંડ નાં ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો તથા (3) આરોપીને પોક્સો ઍક્ટની કલમ. 5(એલ) સાથે વાંચતા કલમ. 6નાં ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા અને ₹.5 હજારનો દંડ અને જો દંડ નહિ ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા કરતો હુકમ કર્યો તથા આ કેસના ભોગનનનારને 5 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો પણ હુકમ કરેલ છે.આરોપીને જાહેર કરેલ ઉપરોકત તમામ સજા એક સાથે ભોગવવાનો પણ નામદાર કોર્ટ દ્વારા હુકમ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...