વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભીલાડ હાઇવે ઉપર 25 જાન્યુઆરી 2020ના રોજ SOGની ટીમને મળેલી બાતમીના આધારે એક બાઇક નંબર.(GJ-15-BE-7314)ઉપર અફીણનો જથ્થો સપ્લાય કરવા આવી રહ્યો હોવાનો બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે SOGની ટીમે બાઇકના ચાલકને અટકાવી ચેક કરતા પોતાની સાથે 1.920 કિલો ગ્રામ અફીણનો જથ્થો લઇને આવ્યો હતો. મળેલી બાતમીના આધારે વરસાદ અફીણના જથ્થા સાથે એજને ઝડપી પાડ્યો હતો. તે કેસમાં અફીણ સપ્લાય કરનાર આરોપીને ઝડપી પાડયો હતો. આરોપી માંગીલાલ બિશનોઈએ જેલમાંથી મુક્ત થવા વાપીની સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ રી હતી. જે અરજી ઉપર ડીજીપી અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખી વાપીની સેશન્સ કોર્ટના જજ કે જે મોદીએ આરોપીના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
વલસાડ જિલ્લા એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે 25 જાન્યુઆરી 2020 ના રોજ ઉમરગામ તાલુકાના ભીલાડ હાઇવે ઉપર હોટલ ની સામે એક બાઈક નંબર (GJ-15-BE-7314) એક ઈસમ અફીણનો જથ્થો લઈને આવનાર હોવાની બાતમી એસઓજીની ટીમને મળી હતી એસઓજીની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી બાતમીવાળી બાઇડને અટકાવી ચેક કરતા બાઈકને અટકાવી ચેક કરતા 1.980 કીલોગ્રામ અફીણના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડયો હતો.
જે કેસમાં સંડોવાયેલો માંગીલાલ બિશનોઈને ઝડપી પાડયો હતો. જેલમાંથી મુક્ત થવા આરોપી માંગીલાલે 12મી મેના રોજ વાપીની સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. અરજીની ઉપર ડીજીપી અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખી વાપીની સેશન્સ કોર્ટના જજ કે જે મોદીએ આરોપી માંગીલાલ બિશનોઈના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.