તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વકીલને તમાચા માર્યા:વલસાડના ઉમરગામ ઇ-ધારાના નાયબ મામલતદારે અરજદાર વકીલને તમાચા મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

વલસાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વકીલ તેની દીકરીની ડોમિસાઈલ સર્ટી મેળવવા અરજી કરી હતી, અરજી ઉપર નાયબ મામલતદારે નેગેટિવ અભિપ્રાય આપ્યો હતો
  • વકીલે નેગેટિવ અભિપ્રાય આપવાનું કારણ પૂછતાં ગુસ્સે ભરાયેલા નાયબ મામલતદારે વકીલને 2 તમાચા ચોડી દીધા ના આક્ષેપ

વલસાડ ઉમરગામ તાલુકાના સિનિયર વકીલની દીકરીને વધુ અભ્યાસ માટે ભણાવવા મહારાષ્ટ્ર મોકલવાના હોવાથી તેમની દીકરીનું ડોમિસાઈલ સર્ટી મેળવવા વકીલે ઉમરગામ મામલતદાર કચેરીએ અરજી કરી હતી. જે અરજી ઉપર ઇ-ધારામા ફરજ બજાવતા ડેપ્યુટી મામલતદારે નેગેટિવ અભિપ્રાય આપ્યો હતો. વકીલે 2જી સપ્ટેમ્બરના રોજ નેગેટિવ અભિપ્રાય આપવાનું કારણ પૂછવા જતા નાયબ મામલતદારે યોગ્ય જવાબ આપ્યો ન હતો. જેથી મામલતદાર ને મળવા જઈ રહ્યા હતા. જે દરમિયાન નાયબ મામલતદારે કચેરીમાં વકીલને 2 તમાચા માર્યા હતા. વકીલે નાયબ મામલતદાર સમક્ષ ઉમરગામ પોલીસ મથકે અરજી કરી હતી.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વકીલ તરીકે સેવા કરતા કૌશિક ચુનીલાલ સાલીયા તેમની દીકરીને વધુ અભ્યાસ માટે મહારાષ્ટ્રમાં અભ્યાસ કરવા મોકલવાના હોવાથી ઉમરગામ મામલતદાર કચેરીએ ડોમિસાઈલ સર્ટી માટે અરજી કરી હતી. અરજી સાથે જરૂરી પુરાવાઓ રજૂ કર્યા હતા. 2 સપ્ટેમ્બરના રોજ ડોમિસાઈલ સર્ટી મેળવવા ઉમરગામ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તેમને ઇ-ધારામાં ફરજ બજાવતા નાયબ મામલતદાર નક્ષ સોલંકીએ ડોમિસાઈલ.સર્ટી ઉપર નેગેટિવ અભિપ્રાય આપ્યો હોવાની જાણ થતાં તાત્કાલિક નક્ષ સોલંકી પાસે જઈને નેગેટિવ અભિપ્રાય આપવાનું જરૂરી કારણ પૂછ્યું હતું.

નક્ષ સોલંકીએ અભિપ્રાય યોગ્ય આપ્યો હોવાનું જણાવી કૌશિકભાઇને કચેરીમાંથી બહાર જતા રહેવા જણાવ્યું હતું. કૌશિક સાલીયા એ મામલદારની મુલાકાત લેવા જણાવતા ગુસ્સે ભરાયેલા નક્ષ સોલંકીએ તેમને 2 તમાચા માર્યા હોવાના આક્ષેપ સાથે ઉમરગામ પોલીસ મથકે નાયબ મામલતદાર નક્ષ સોલંકી સામે ફરિયાદ અરજી કરી છે.

આ અંગે ડેપ્યુટી મામલતદારે જણાવ્યુ હતું કે, કૌશિક સાલીયાની દીકરી માટે ડોમિસાઈલ સર્ટી માટે અરજી આવી હતી. અરજીમાં જરૂરી કાગળો ઓછા હોવાથી અને તેમને5 રજુકારેલા પુરાવાઓ ડોમિસાઈલ સર્ટી માટે યોગ્ય ન હોવાથી મેં મારો જરૂરી અભિપ્રાય આપ્યો હતો. અરજદાર કૌશિકભાઈ આજે સાંજે ઇ-ધારા કેન્દ્ર ઉપર આવીને ગાળાગાળી કરવાની શરૂઆત કરી હતી.

જાતિ વિશેષ ગાળો પણ આપી હતી. કૌશિકે મારવાનું શરૂઆત કરતા મેં ડિફેન્સ કર્યો હતો. મેં કૌશિકભાઈને કોઈ તમાચા માર્યા નથી. કૌશિકભાઈને CCTV કેમેરાનું ધ્યાન આવતા તે કચેરીની બહાર ઉભા રહીને ગાળાગાળી કરી રહ્યા હતા. મારા ઉપર લગાવવામાં આવેલા તમામ આક્ષેપો ખોટા છે.

આ અંગે વકીલે જણાવ્યુ હતુ કે, દીકરીના ઉચ્ચ અભ્યાસ માટે મહારાષ્ટ્ર મોકલવાનો હોવાથી ડોમિસાઈલ સર્ટી મેળવવા મામલતદાર કચેરીમાં જરૂરી કાગળો સાથે અરજી કાંતિ હતી. જે અરજી ઉપર નાયબ મામલતદારે સત્તાની ઉપરવટ જઈને નેગેટિવ અભિપ્રાય આપ્યો હતો. જેથી નેગેટિવ અભિપ્રાય આપવાની કારણ પૂછવા ગયો તેમ નક્ષ સોલંકીએ ઉશ્કેરાઈ જઈને મને તમાચા માર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...