અભયમની સરાહનીય કામગીરી:વલસાડની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પિતા-પુત્રીના ઝઘડાનું સુખદ સમાધાન કરાવ્યું

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ નજીકના ગામમાં રહેતા એક પરિવારમાં પિતા વારંવાર દીકરીને "ઘરમાંથી નીકળી જા" તથા "મરી જા" કહી ઠપકો આપતા મીના પટેલ(નામ બદલ્યું છે) નામની અપરિણિત યુવતીએ મદદ માટે અભયમ 181 મહિલા હેલ્પલાઈન વલસાડને ફોન કરતા અભયમની ટીમ તુરંત એમની મદદ માટે પહોચી હતી. અભયમની ટીમે પિતાને સમજાવીને બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

વલસાડ શહેર નજીક રહેતા એક પરિવારની અપરણિત યુવતીએ અભયમની ટીમની મદદ માંગી હતી. વલસાડ અભયમ ટીમના જણાવ્યા અનુસાર મીના પટેલ(નામ બદ્લ્યું છે) અપરિણીત છે. એમના પિતા જે નિવૃત સરકારી કર્મચારી છે. અને હાલ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે પરિવાર એમની સાથે રહે છે. તેમના પિતા જીવનની ભાગદોડ અને વધુ પડતા કામના ભારણને કારણે નાની-નાની બાબતોમાં ચીડવાય જાય છે. જેથી પિતા-પુત્રી વચ્ચે અવાર-નવાર કામની તથા અન્ય નાની મોટી બાબતે ઝગડાઓ થતા હતા. તેમના પિતા વારંવાર તેમની દીકરી મીનાને ‘ઘરમાંથી નીકળી જા’, ‘તું કંઈ કામની નથી’ અને ‘મરી જા’, એમ કહી ઠપકો આપતા હતા. તેથી આ ઝગડાઓથી કંટાળી છેવટે મીનાએ 181 અભયમની મદદ લીધી હતી. વલસાડ 181 અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમની મદદ માંગી હતી. ટીમે બંને પક્ષોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. પિતાને સમજાવ્યું હતું કે, પુખ્ત વયના બાળકો પ્રત્યે અપશબ્દો કે કડક વલણ દાખવી આપવાથી એમનું વર્તન બદલી શકાતું નથી. સમજાવટ બાદ પિતાએ પોતે અપશબ્દો કે કડક વલણ નહી દાખવે તેની ખાત્રી આપતા પિતા પુત્રીમાં સુખદ સમાધાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...