તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂર્વતૈયારી:સંભવિત વાવાઝોડાને લઇને વલસાડનું તંત્ર હરકતમાં, સમુદ્ર કિનારાના 1 કિ.મી. વિસ્તારમાં લોકોને એલર્ટ કરાયા

વલસાડ3 મહિનો પહેલા
  • સંભવિત વાવાઝોડાને લઈને પૂર્વતૈયારી માટેની બેઠકમાં અધિકારીઓને સતર્ક રહેવા કલેક્ટરે સૂચના આપી

વલસાડ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સાથે અધિકારીઓની મળેલી એક બેઠકમાં જળ કલેક્ટરે જિલ્લામાં સમુદ્ર કિનારે આવેલા ગામોમાં એક કિલોમીટરની ત્રિજ્યામાં સ્થાનિક લોકોને એલર્ટ કરવા અને જરૂર જણાય તો તાત્કાલિક સ્થળાંતર કરવા પણ સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં વાવાઝોડામાં ઓછી નુકશાની થાય અને સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા પગલાં ભરવા કલેક્ટરને સૂચના આપી હતી.

સંભવિત તૌકતે વાવાઝોડા લઇ વલસાડ વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ જોવા મળી રહ્યું છે. વલસાડ જિલ્લા ના દરિયા કિનારે આવેલ તિથલ સહિતના 28 ગામોમાં સ્થાનિક તંત્રને બાજ નજર રાખવા કલેકટરે આદેશ આપી દીધા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કલેકટર આર આર રાવલે એક બેઠક પણ યોજી છે. આ બેઠકમાં જિલ્લાના તાલુકા વિકાસ અધિકારી ,મામલતદાર અને અને જેતે ગામના તલાટીને પોતાનું હેડક્વાટર ન છોડવા પણ કડક સૂચના આપવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે વલસાડ જિલ્લાના માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વલસાડ જીલાના ઉમરગામ, પારડી અને વલસાડ તાલુકાને અડીને આવેલા દરિયા કિનારાના ગામોમાં ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. આ વાવાઝોડું આવે તે સમયે ઓછી નુકશાની થાય તેવા આગોતરા પગલાં ભરવા જરૂર જણાય તો સ્થાનિક લોકોને સ્થળાંતર કરવા જેવી અગત્યની સૂચનાઓ કલેક્ટર દ્વારા જિલ્લાના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. જયારે જિલ્લો કોરોનાનો પ્રકોપ સામે લડી રહ્યું છે. જેથી તમામ કોવિડ પ્રોટોકોલના પાલન સાથે વલસાડનું જિલ્લા વહીવટી તંત્ર કોરોનાની સાથે સાથે વાવાઝોડાના ખતરા નો સામનો કરવા પણ અત્યારથી જ સજ્જ થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...