તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગ:વલસાડની પારડી GIDCની પેકેજીંગ કંપનીમાં આગ લાગતા કામદારોમાં અફરાતફરી મચી, કોઈ જાનહાનિ નહીં

વલસાડ21 દિવસ પહેલા
  • 8 ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબૂ મેળવાયો

વલસાડ જિલ્લાની પારડી જીઆઈડીસીમાં આવેલી ભાનુશાળી પેકેજીંગ નામની કંપનીમાં આજે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. કંપનીમાં પુઠ્ઠાનો મોટો જથ્થો પડ્યો હોય આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. 8 ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

ભાનુશાળી પેકીજીંગ નામની કંપનીમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળતા કામ કરી રહેલા કર્મચારીઓમાં નાશભાગ મચી હતી. કંપનીના જાગૃત કર્મચારીઓએ તમામ કામદારોને સુરક્ષિત રીતે ખસેડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.પેકેજીંગ કંપનીમાં પુઠાનો જથ્થો પડ્યો હોય આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ઘટનાની જાણ પારડી ફાયર ફાઈટરની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળે વલસાડ અને અતુલના ફાયર ફાઈટરની ટીમ અને વાપી GIDC અને ધરમપુરના ફાયર ફાઈટરની ટીમની પણ મદદ લેવામા આવી હતી. આઠ ફાયર ફાઈટરોની મદદથી આગ પર કાબૂ મેળવાયો હતો. સદનસીબે જાનહાનિ થતા અટકી હતી. જો કે, આગ લાગવા પાછળું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...