ફરિયાદ:વલસાડની કંપનીનો કર્મી 1.18 લાખ લઇને રફુચક્કર

વલસાડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોકડનો હિસાબ ન મળતાં ભાંડો ફુટ્યો

વલસાડના ચણવઇની રિઆલિસ્ટિક અને હોટલ મેનેજમેન્ટ નામની કંપનીના ફાઇનાન્સિય કન્ટ્રોલર કંપનીની જાણ બહાર એકાઉન્ટ ઓફિસમાંથી 1.18 લાખ લઇ ભાગી જતા મેનેજરે ફરિયાદ નોંધાવી હતી. ચણવઇ ગામે આવેલી મંગલ્યમ મેડોસ કંપનીમાં ફાઇનાન્સિયલ કન્ટ્રોલર તરીકે 6 માસ પહેલા મૂળ ઇંદોરના પંકજ કિશનલાલ વ્યાસની નિયુક્તિ કરાઇ હતી.આ કંપનીમાં વુડસ કલબ હાઉસ નામની હોટલ કાર્યરત છે.આ કંપનીની સાઇટ ઉપર રિયાલિસ્ટિક અને હોટલ મેનેજમેન્ટના 80થી 100 કર્મી ફરજ બજાવે છે.

હોટલમાં સ્પા અને રિસેપ્શન તથા રેસ્ટોરન્ટમાં થતી રોકડ આવક પંકજ વ્યાસને જમા કરાવાતી જે પારડી ખાતે કંપનીના આઇસીઆઇસીઆઇ બેંકના એકાઉન્ટમાં જમા કરાવતો હતો.પરતું અચાનક 26 જૂનના રોજ કંપનીની જાણ બહાર પંકજ ઇંદોર ખાતે માતાની તબિયત ખરાબ હોવાનું જણાવી રજિસ્ટરમાં સહિ કર્યા વિના વતન ચાલી ગયો હતો.પાછળથી કંપનીની એકાઉન્ટ ઓફિસમાં તપાસ કરતાં રૂ.1,18,579નો હિસાબ મળ્યો ન હતો.જેની જાણ થતા તેને હિસાબ માટે કંપનીમાં હાજર થવા જણાવ્યું છતાં આજદિન સુધી પરત ન આવતા મેનેજરે કન્ટ્રોલર પંકજ કિશનલાલ વ્યાસ વિરૂધ્ધ રૂ.1.18 લાખની રોકડ લઇ વતન ચાલી જઇ વિશ્વાસઘાત કર્યો હોવાની રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...