વલસાડ શહેરમાંમાં આજે છીપવાડ દાણા બજાર વિસ્તારમાં 2 રખડતા આખલા બાખડી પડ્યાં હતા. જેથી ત્યાંથી પસાર થતા વાહનચાલકો, દુકાનદારો અને રાહદારીઓને જીવ તાળવે ચોટ્યાં હતા. જેને પગલે પાલિકા વહેલી તકે રખડતા પશુઓને પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરે તેમ સ્થાનિક લોકો ઇચ્છી રહ્યા છે.
રાહદારીઓમાં ભાગદોડ મચી
વલસાડ શહેરમાં ટ્રાફિક સમસ્યાનું મહત્ત્વનું કારણ શહેરમાં રખડતા ઢોર પણ રહે છે. પાલિકાને વારંવાર રખડતા પશુઓ પાંજરે પુરવા સૂચનાઓ આપવામાં આવી હતી. પાલિકા પાસે સાધનોના અભાવને લઈને પાલિકાની ઉદાસીનતા જોવા મળી રહી છે, ત્યારે વલસાડના છીપવાડ વિસ્તારમાં આજે 2 આખલાઓ બાખડ્યાં હતા. જેને લઇને છીપવાડ દાણા બજાર વિસ્તારમાં રાહદારીઓમાં ભાગદોડ મચી હતી.
આખલા બાખડ્યાં એની નજીક પ્રાથમિક શાળા
આજે વલસાડના અલંકાર ગલી છીપવાડ વિસ્તારમાં ઓધવરામ નગરની સામે હોલસેલ માર્કેટમાં નજીક 2 આખલા બાખડતાં દોડધામ મચી હતી. આ બનાવ જે જગ્યાએ બન્યો તેની ખૂબ જ નજીકમાં પ્રાથમિક શાળા પણ આવેલી છે. જેમાં નાના બાળકો અભ્યાસ કરે છે. જો આ સમયે કોઈ બાળક આખલાઓના અડફેટે ચડતું તો તેની શું દશા થાય તે વિચારવું પણ મુશ્કેલ છે. ત્યારે આ બનાવને લઇને આ વિસ્તારના લોકોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ પણ ફેલાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.