રિમાન્ડ મંજૂર:વલસાડ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કર્મચારીના અને ફોલ્ડરના રૂ. 15 લાખની લાંચ લેવાના મામલે ACBની ટીમે રિમાન્ડ મેળવ્યા

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગે નદી ઉપર બ્રિજ બનાવવાની કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપી હતી. જે કામગીરી પૂર્ણ થયા બાદ ફાઇનલ બિલ મંજૂર કરવા માટે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર અને આસીસટન્ટ ઇજનેરે રૂ. 20 લાખની લાંચની માંગણી કરી હતી. જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા લાંચ આપવા માંગતો ન હોવાથી ACBની ટીમનો સંપર્ક કરતા ACBના છંટકામાં રૂ.15 લાખની લાંચ લેતા કાર્યપાલક ઈજનેર અને તેનો ફોલ્ડર રંગે હાથ ઝડપાયા હતા. ત્યારે આજ રોજ વલસાડ ACBની સ્પેશ્યલ કોર્ટમાં બંને આરોપીઓને રજુ કરી રિમાન્ડની માગણી કરી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને લાંચ કેસમાં ઝડપાયેલા બંને આરોપીઓના 13 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.

વલસાડ જિલ્લા પંચાયત હસ્તક આવતા નદી ઉપરના એક બ્રિજના નવા બાંધકામનો સબ કોન્ટ્રાકટર તરીકે એક કોન્ટ્રાક્ટરને કામ મળ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષ 2019-20માં વલસાડ જિલ્લામાં આવેલ કાર્યપાલક ઇજનેરની કચેરી, પંચાયત વિભાગ માર્ગ અને મકાન વિભાગ તરફથી નદી ઉપરથી પસાર થતા રસ્તાના બ્રિજનું કામ પેટા કોન્ટ્રાક્ટર તરીકે રાખ્યું હતું. આ કામ પુર્ણ થતા તેના ફાયનલ બીલ મંજૂર કરવાની કાર્યવાહી કરવા બદલ જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઈજનેર અને આસીસટન્ટ ઇજનેરે રૂ.20 લાખની લાંચની માંગણી કરી હતી. આ લાંચની માગણીમાં 15 લાખમાં ડિલ નક્કી કરવામાં આવી હતી. પેટા કોન્ટ્રાક્ટર જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના લાંચિયા અધિકારીઓને લાંચ આપવા માંગતો ન હોવાથી ACBની હેલ્પલાઇન ઉપર વલસાડ જિલ્લા પંચાયતના લાંચિયા અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ સુરત ACBની ટીમને મળતા સુરત ACBની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું.

વલસાડ જિલ્લા પંચાયતની કચેરીના ગેટ પાસે ACBની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર નિલય ભરતભાઇ નાયક અને આસીસટન્ટ ઇજનેર અનિરૂધ્ધ માધુસિંહ ચૌધરીના કહેવા મુજબ તેમના ફોલ્ડર વિક્ર્મભાઈ ક્રાતીભાઈ પટેલને લાંચની રકમ આપવા જણાવ્યું હતું. ACBના લાંચના છટકામાં ફોલ્ડર ઝડપાઇ ગયો હતો. સાથે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને ACBની લાંચ ના કેસમાં ઝડપી પાડયા હતા. જ્યારે આસિસ્ટન્ટ ઈજનેર મળી ન આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે વલસાડ ACBની ટીમે લાંચના કેસમાં ઝડપાયેલા બંને આરોપીઓને વલસાડ ACBની સ્પેશ્યલ કોર્ટમાં રજૂકરીને આરોપીઓના રિમાન્ડની માંગણી કરી હતી. તે કેસમાં DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની સ્પેશ્યલ કોર્ટના જજ ટી વી આહુજાએ લાંચ કેસમાં ઝડપાયેલા બંને આરોપીઓના 13 જાન્યુઆરી બપોરે 3 કલાક સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...