નવા કોર્સનો શુભારંભ:વલસાડ મહિલા ITI ખાતે આજથી ‘હોમ આયા’ નવા કોર્સની શરૂઆત કરાઈ, જિલ્લા કલેક્ટરે ITI ખાતે તાલીમાર્થીઓને પ્રવેશ અપાવ્યો

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડની મહિલા ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ખાતે આજથી ‘હોમ આયા’ નવા કોર્સની શરૂઆત કરવામાં આવી છે. વલસાડ જિલ્લા કલેક્ટરે ITI ખાતે તાલીમાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો.

પહેલી બેચમાં 25 તાલીમાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો
વલસાડ જિલ્લાના લીલાપોરના મહિલા ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ખાતે તા.12મી ડિસેમ્બરના રોજ કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ પારડી ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર અને ગ્રામીણ સ્વરોજગાર વિકાસ તાલીમ સંસ્થા(RSETI)ના સહયોગથી BPL કાર્ડ ધારક મહિલાઓ માટે નવા શરૂ કરાયેલા ‘હોમ આયા’ કોર્સની શરૂઆત કરાવી હતી. આ 13 દિવસના કોર્સ દ્વારા BPL કાર્ડ ધારક મહિલાઓને મુખ્યત્વે બેઝિક નર્સિંગ (સામાન્ય ઉપચાર), ન્યુટ્રિશન (પોષણ), કોમ્યુનિકેશન સ્કિલ (વાતચીતનુ કૌશલ્ય) અને ઘરકામની સામાન્ય સમજ વિશે તાલીમ આપવામાં આવશે. સૌ પ્રથમ શરૂ થયેલી આ તાલીમની પહેલી બેચમાં 25 તાલીમાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. તાલીમનો સમય બપોરે 1થી સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે.

આ તાલીમ દ્વારા બધી જ પ્રાથમિક તાલીમ મળી રહેશે
કોર્સની શરૂઆત કરાવતી વખતે કલેક્ટરએ કહ્યું હતું કે, ITIમાં અલગ-અલગ કોર્સની શરૂઆત થતી જ રહે છે, પરંતુ આ કોર્સની નવીનતા એ છે કે, જરૂરિયાતમંદ મહિલાઓને રોજગારી માટે વ્યવસ્થિત તાલીમ મળશે અને વર્કિંગ મહિલાઓને પણ આધાર મળી રહેશે. તાલીમના વર્ગો પણ બપોર પછીના રાખવામાં આવ્યા છે. જેથી તાલીમાર્થી મહિલાઓને સગવડ રહે. આ તાલીમ દ્વારા બધી જ પ્રાથમિક તાલીમ મળી રહેશે, પરંતુ પ્રામાણિકતા અને માનવીયતા દાખવી કામ કરવું તાલીમાર્થીઓની જવાબદારી છે. આ પ્રસંગે કલેક્ટરે ITIમાં ચાલતી વિવિધ તાલીમની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. તેમજ પ્રોબેશનરી IAS નિશા ચૌધરી, પારડી ITIના આચાર્ય વી.એ.ટંડેલ, લીલાપોર ITIના આચાર્ય જયેશ પટેલ, ગ્રામીણ સ્વરોજગાર વિકાસ તાલીમ સંસ્થાના ડાયરેક્ટર નિતેશ શર્મા, તાલીમ લેનારી મહિલાઓ અને અધ્યાપકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...