વાપી જીઆઈડીસીના બિઝનેસ વુમને પુરૂ પાડ્યું છે. આ મહિલાએ 5 વર્ષમાં 6.57 કરોડનું ટર્ન ઓવર તો કર્યુ જ છે પણ સાથે સાથે પોતાની પ્રોડક્ટથી મેક ઈન ઈન્ડિયાના નારાને વિદેશોમાં પણ ગુંજતો કર્યો છે. આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે તેમની સંઘર્ષથી સફળતા સુધીની આ ગાથા જાણીએ.
વલસાડ તીથલ રોડ પર પાલિહીલમાં રહેતા બિજલબેન નિરવભાઈ દેસાઈએ ઈલેકટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ કર્યા બાદ એક્સપોર્ટ-ઈમ્પોર્ટ ટ્રેડ મેનેજમેન્ટમાં એમબીએની ડિગ્રી મેળવી હતી. એમબીએ કર્યા બાદ એક કંપનીમાં ઈન્ટરનેશનલ માર્કેટીંગ મેનેજર તરીકે નોકરી ચાલુ કરી હતી.
પરંતુ નોકરી કરવાને બદલે વડાપ્રધાનની સ્ટાર્ટઅપ યોજનાની પહેલનો વિચાર હોવાથી આત્મનિર્ભર બનવાનો દઢ નિશ્ચય કર્યો હતો. એક દિવસ વર્તમાનપત્રમાં નોનવુવન (ડિસ્પોઝેબલ) ફેબ્રીકની આવનાર વર્ષોમાં ડિમાન્ડ અંગે સમાચાર વાંચ્યા હતો. કોરોનામાં ધંધા રોજગાર પડી ભાંગ્યા હતા.
ત્યારે બિજલબેને કોરોનાની આફતને અવસરમાં પલટી નાંખવાનો વિચાર આવ્યો હતો. કોરોનામાં સર્જીકલ વાઈપ્સ, બેબી વાઈપ્સ, કિચન રોલ, ટોયલેટ રોલ અને પેપર નેપકીન જેવી લક્ઝરીયસ પ્રોડક્ટસ યુઝ એન્ડ થ્રો હોવાથી ડોકટરો અને અમુક વર્ગના લોકો જ ઉપયોગ કરી શકતા હતા.
પરંતુ આ પ્રોડક્ટ દેશનો સામાન્ય નાગરિક પણ ઉપયોગ કરી શકે તેવો વિચાર સ્ફૂર્યો હતો. પરંતુ મેન્યુફેક્રચર યુનિટ ચાલુ કરવા માટે પૈસા ક્યાંથી લાવવા એ સૌથી મોટો પડકાર હતો. ન્યૂઝ પેપરમાં પ્રધાનમંત્રી એમ્પ્લોઈમેન્ટ જનરેશન પ્રોગામ યોજનાની જાણ થતા વિલંબ કર્યા વિના સીધા વલસાડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં પહોંચ્યા, જ્યાં માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું.
પ્રોજેકશન ફાઈલ મંજૂર થતા 21 લાખની લોન મળી હતી. જેમાં 42 ટકા સબસિડી અને વધારાની 2 ટકા સબસિડી લેડી એન્ટરપ્રિન્યોર હોવાથી કુલ 44 ટકા સબસિડી મળી હતી. બિજલબેને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટનો લાઈસન્સ માટે સંપર્ક કરી હેપ્પી નામથી પોતાની પ્રોડક્ટને રજિસ્ટર કરાવી કંપનીની શરૂઆત કરી ગુજરાત સહિત અનેક રાજ્યમાં પોતાનું બિઝનેસ નેટવર્ક ઉભુ કર્યા બાદ વિદેશ તરફ મીટ માંડી આફ્રિકા, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં વેપાર શરૂ કર્યો છે. ઉત્પાદન કેન્દ્ર શરૂ કર્યા બાદ કંપનીમાં 90 ટકા સ્ટાફ મહિલાઓનો રાખી મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.