વલસાડમાં અમદાવાદ એસીબીની ટીમે દાનહના સેલવાસના એક બાર માલિકે 17 નવેમ્બર 2021ના રોજ નોંધાવેલી એફઆઇઆરના આધારે શહેરની મામલતદાર કચેરી સામે ગોઠવેલા છટકામાં રૂ.1.50 લાખની લાંચના કેસમાં વલસાડ સિટી પોલીસ મથકના મહિલા PSI યેશા પટેલ વતી લાંચ લેતાં વકીલ ભરત યાદવને ઝડપી પાડ્યા બાદ આરોપી પીએસઆઇ ભુગર્ભમાં ઉતરી ગયા હતા.
આ કેસમાં ફરિયાદીએ FIRમાં PSI યેશા પટેલ દ્વારા વચેટિયા વકીલ મારફત રૂ.1.50 લાખની લાંચની માગણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.મહિલા PSI પોલીસ ધરપકડથી બચવા 1 ફેબ્રુઆરી 2022ના રોજ રજૂ કરેલી આગોતરા જામીન અરજી પણ સેશન્સ કોર્ટે તે ફગાવી દીધી હતી.છેવટે પીએસઆઇ યેશા પટેલ 12 ફેબ્રુઆરીએ અચાનક વલસાડની એસીબી કચેરીમાં હાજર થઇ જતાં તેમની ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ જ્યુડિશ્યિલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.
દરમિયાન 17 ફેબ્રુઆરી, ગુરૂવારે તેમણે વલસાડ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી રજૂ કરી હતી. જેની સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી સ્પે.જજ પ્રકાશકુમાર પટેલે જામીન ાર અરજી ફગાવી દીધી હતી. આગામી દિવસોમાં પોલીસ તંત્ર દ્વારા આ મહિલા પીએસઆઇને રા સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.