તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:લવ જેહાદ મુદ્દે કેન્દ્રિય કાયદો ઘડવા વલસાડ VHPની માગ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રધાનમંત્રીને ઉદ્દેશી કલેકટરને આવેદન આપવામાં આવ્યું

વલસાડમાં આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદના કાર્યકરોએ મંગળવારે લવ જેહાદનો કેન્દ્રિય કાયદો બનાવવા માગ સાથે કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.જેમાં વિધર્મીઓ દ્વારા લોભલાલચ આપી હિન્દુ યુવતીઓને ફસાવી ધર્માંતર કરાવવા આવતા કડક કાર્યવાહી કરવા સંસદમાં કાયદો બનાવવા રજૂઆતો કરવામાં આવી હતી.

વલસાડ કલેકટર કચેરીએ આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદના કાર્યકરોએ આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ વિધર્મીઓ દ્વારા હિન્દુ યુવતીઓને કાવતરું રચી ફસાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરી આ મુદ્દાને લઇ ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં તેના વિરૂધ્ધ કાયદો ઘડવો પડ્યો છે.પાકિસ્તાનમાં હિન્દુ યુવતીનું અપહરણ કરી જબરદસ્તી ધર્માંતર કરી લગ્ન કરાવવાનું સાંભળતા હતા,પરંતું કાશ્મીરમાં શીખ યુવતીઓ સાથે આવુ થતું હોવાનું જોવા મળ્યું છે.જેના વિરૂધ્ધમાં અસરકારક કાયદો જલ્દી બનાવવામાં ન આવે તો પરિસ્થિતિ વિકટ બનશે.હિન્દુ યુવતીઓનું ધર્માંતર કરવામાં આવે છે યુવકોનું કેમ નહિ અથવા ધર્મ બદલવા કેમ અત્યાચાર કરાય છે તેવો પ્રશ્ન પરિષદે રજૂ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...