નિષ્ઠુર તંત્ર:વલસાડ-વાપી-સુરત શટલ 3 વર્ષથી બંધ, 25 હજાર જેટલા પાસ હોલ્ડરોને મહિને 3 હજારનું આર્થિક ભારણ

વલસાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના લુપ્ત થવાના આરે છતાં રેલવેના પેટનું પાણી હાલતું નથી > વિદ્યાર્થીઓ, પાસ હોલ્ડરોને કોલેજ, નોકરી ધંધે જવા નવ નેજાં પાણી

પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા કોરોના અગાઉ વલસાડ રેલવે સ્ટેશનેથી સવારે 7.45 વાગ્યે વાપી અને ત્યાંથી પરત થઇ વલસાડ સુરત સુધી જતાં હજારો મુસાફરો માટે શટલ ટ્રેનની સુવિધા શરૂ કરી હતી.આ ટ્રેન હજારો મુસાફરો અને પાસ હોલ્ડરો માટે આાશિર્વાદરૂપ સાબિત થઇ હતી.પરંતું કોરોનાકાળમાં ટ્રેન બંધ થયા બાદ આજદિન સુધી વલસાડથી ઉપડતી આ ટ્રેન આજદિન સુધી શરૂ કરવામાં આવી નથી.જેને લઇ વલસાડ વાપી સુરત વચ્ચે મુસાફરી કરતાં 25 હજારથી વધુ પાસ હોલ્ડરોને મહિને સરેરાશ રૂ.3થી 4 હજારનું આર્થિક ભારણનો સામનો કરવો પડી રહ્યો છે.

પાસહોલ્ડરોમાં ખાસ કરીને વલસાડ, અતુલ, પારડી, ઉદવાડાથી વાપી જીઆઇડીસી નોકરી જતાં અને વાપીમાં ખાનગી ઓફિસોમાં કામ કરતા કે અન્ય વેપાર ધંધા કરનારા પાસહોલ્ડરો દૈનિક મુસાફરી વલસાડ વાપી સુરત શટલમાં કરતા હતા.આ ઉપરાંત વિદ્યાર્થીઓ પણ અપડાઉન કરતા હતા.પરંતું કોરોનાને લઇ બંધ કરાયેલી આ ટ્રેન કોરોનાની સ્થિતિ હવે લુપ્ત થઇ રહી હોવા છતાં ફરી શરૂ કરવા પશ્ચિમ રેલવેના પેટનું પાણી હાલતું નથી.

બાઇક રિક્ષા, ઇકોમાં મુસાફરી કરવી પડતાં મહિને 3 હજારનું ભારણ
પાસ હોલ્ડરોને વલસાડથી સવારે 7.45 વાગ્યેની આ શટલ ટ્રેન નોકરીના સમયે પહોંચવામાં ખુબ મદદરૂપ થતી હતી.માસિક પાસને લઇ આર્થિક રીતે બોજ પડતો ન હતો.પરંતું આ ટ્રેન 3 વર્ષથી બંધ રહેતાં પાસહોલ્ડર નોકરિયાતોને બાઇક,રિક્ષા,ઇકો કે અન્ય વાહનોમાં દરરોજ અપડાઉન કરવાની ફરજ પડતાં આર્થિક ભારણ વધી ગયું છે.પેટ્રોલના દરરોજ રૂ.150 ખરચવા પડે છે.ઇકોમાં દરરોજ 100નું ભારણ પડતાં મહિને રૂ.3 હજારથી વધુ અપડાઉનનો જ ખર્ચ માથે પડી રહ્યો છે.

વલસાડથી વાપીની રોફેલ, KBS સહિત કોલેજના વિદ્યાર્થીઓને હાલાકી
પશ્ચિમ રલવે દ્વારા વલસાડથી વાપી સુરત શટલ ટ્રેનનો લાભ વિદ્યાર્થીઓ માટે આશિર્વાદ સમાન હતો.વલસાડ તાલુકાના વિદ્યાર્થીઓ,પારડી,ઉદ વાડા સુધીના વિદ્યાર્થીઓ વાપીની રોફેલ,કેબીએસ તથા ફાર્મસી કોલેજોમાં અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થી માટે આ શટલ ટ્રેનની છિનવાઇ ગયેલી સુવિધા પરત કરવા માગ કરવામાં આવી રહી છે.શિક્ષણને ધ્યાને લઇને પણ આ ટ્રેન વહેલી તકે શરૂ કરવામાં રેલવે તંત્રને શું ચૂંક આવે છે તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે.

વલસાડના 500 પાસ હોલ્ડરોએ સ્ટેશન માસ્ટરને રજૂઆત કરી
આ શટલ ટ્રેનમાં અગાઉ દૈનિક મુસાફરી કરતાં 500થી વધુ પાસ હોલ્ડરોની સહિ સાથે વલસાડથી વાપી સુરત માટેની શટલ ટ્રેન કોરોનામાં બંધ કર્યા બાદ પણ ચાલૂ કેમ કરાઇ નથી તેવા પ્રશ્ન સાથે લેખિત રજૂઆતો કરવામાં આવી છે.અતુલ,પારડી ઉદવાડા અને વાપી સુધીની કંપનીઓમાં નોકરી કરતાં પાસહોલ્ડરો અને અન્ય ઓફિસોમાં જતાં નોકરિયાતો માટે આ શિડ્યુલ ટ્રેન વહેલી તકે શરૂ કરવા વલસાડ રેલવે સ્ટેશન માસ્ટરને આવેદન આપી દાદ માગવામાં આવી છે.>હિતેશકુમાર સી .પટેલ,પાસ હોલ્ડર

અન્ય સમાચારો પણ છે...