વિરોધ પ્રદર્શન:વલસાડના શિક્ષકો જૂની પેંશન યોજનાના અમલીકરણ સાથે રસ્તા પર ઉતર્યા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30મીથી અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકી શિક્ષકોએ આપી

વલસાડ જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષકોની પડતર માંગણીઓને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને રાજ્ય પ્રાથમિક શાળા શિક્ષક સંઘ દ્વારા ઘણા સમયથી સરકાર સમક્ષ ગ્રેડ પેઝ જૂની પેંશન સ્કીમ સહિતની 15 જેટલી માંગણીઓ માટે રાજ્ય સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છત્તા કોઈ યોગ્ય નિર્ણય ન આવતા શિક્ષકો મહા આંદોલનના મૂળમાં જોવા મળ્યા હતા. પડતર માંગણીઓને લઈ પોતાના હક માટે શિક્ષકો એ આજરોજ વલસાડ શહેરમાં ભવ્ય રેલીનું આકારે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી પડતર માંગણીઓને લઈને કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

રસ્તાઓ પર ઉતર્યા
વલસાડ જિલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકોએ સંયુક્ત મોરચા હેઠળ આજરોજ 2000થી વધુ શિક્ષકોની શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલી કાઢી જૂની પેંશન સ્કીમ સહિતની પડતર માંગણીઓ લઈને શહેરમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જેમાં વલસાડ જિલ્લાની પ્રાથમિક શાળાઓના તમામ શિક્ષકો રેલી અને સરકારની શિક્ષક કેટલીક નિતિઓનો વિરોધ કાર્યક્રમમાં જોડાયા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સહિત રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ શિક્ષકોની 15 જેટલી પડતર માંગણી અને જૂની પેન્શન યોજના લાગુ કરવા શિક્ષકો રસ્તા પર ઉતર્યા હતા. પગાર ભથ્થું તેમજ અન્ય માંગણીઓ સાથે રસ્તાઓ પર ઉતર્યા હતા.

વિરોધ નોંધાવ્યો
વલસાડ ખાતે સભા યોજી બાદમાં શહેરના મુખ્ય માર્ગો ઉપર જિલ્લા શિક્ષક સંઘ અને રાજ્ય શિક્ષક સંઘના બેનર હેઠળ એજ ભવ્યમાં રેલી કાઢી રાજ્ય સરકારની શોષણ નિતિનો વિરોધ નોંધાવ્યો હતો. રેલી આકારે શિક્ષકો જિલ્લા કલેકટર કચેરી પહોંચી કલેક્ટરને આવેદન પત્ર પાઠવી પોતાની પડતર માંગણીઓ જલ્દી પૂર્ણ કરવા માંગ કરવામાં આવી હતી. 30 સપ્ટેમ્બર સુધી માંગણીઓ ઉપર યોગ્ય નિકાલ લાવવામાં નહીં આવે તો 30મીથી અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકી શિક્ષકોએ ચીકી આપી છે. શિક્ષકો વલસાડ જિલ્લા શિક્ષક સંઘના શિક્ષકો અને શિક્ષિકાઓ આ રેલી માં જોડાયા હતા. સરકારની નીતિઓ સામે જિલ્લા સંગીત રાજ્ય શિક્ષક સંઘ લાડવાના મૂડમાં જોવા મળ્યું હતું. સરકાર વિરોધી બેનરો અને સૂત્રોચ્ચાર સાથે શિક્ષકો ની મહારેલી વલસાડ ખાતે નીકળી હતી.

અન્ય સમાચારો પણ છે...