તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લાના શ્રેષ્ટ શિક્ષક:તા.5મી સપ્‍ટેમ્‍બરે વલસાડ તાલુકા-જિલ્લા કક્ષાનો શ્રેષ્‍ઠ પારિતોષિક સમારોહ યોજાશે

વલસાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ જિલ્લામાં શ્રેષ્ટ શિક્ષક તરીકે મિતેષ પટેલની પસંદગી

ડો. સર્વપલ્લી રાધાકૃષ્‍ણનની જન્‍મજયંતિ શિક્ષક દિન નિમિત્તે 5મી સપ્‍ટેમ્‍બર 2021ના રોજ પ્રાથમિક, માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં કાર્ય૨ત તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્‍ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવશે. જિલ્લામાં શ્રેષ્ટ શિક્ષક તરીકે મિતેષ પટેલ ને સન્માનિત કરવામાં આવશે. વલસાડ જિલ્લામાં કોરોના મહામારીમાં કરેલી ઉજ્જવળ કામગીરી બદલ કામગીરીને બિરડાવવામાં આવશે.

વલસાડ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે મિતેષ પટેલની પસંદગી થઈ છે. મિતેષ પટેલે વર્ષ 2004થી શિક્ષણ વિભાગમાં કારકિર્દી શરૂ કરી છે. વલસાડ જિલ્લામાં વર્ષ 2013થી પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે બદલી મેળવી વલસાડ જિલ્લામાં આવ્યા હતા. મિતેષ પટેલે બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે પ્રયત્નશીલ રહે છે. કોરોના મહામારી દરમિયાન મિતેષ પટેલે બાળકોને અભ્યાસ તરફ વાળી રાખવા માટે ઓટલા શિક્ષણ વર્ચ્યુઅલ શિક્ષણ સહિત તમામ પ્રયત્નો કરીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્ન શીલ રહ્યા હતા. મિતેષ પટેલે વિદ્યાર્થીઓની સાથે શાળાના સથી શિક્ષકોને પણ જરૂરી માર્ગદર્શન આપીને જિલ્લાના ઊચ્ચ શિક્ષણ માટે મિતેષ પટેલ પ્રયત્નશીલ રહ્યા છે. વલસાડ જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે મિતેષ પટેલની પસંદગી થતા શિક્ષકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

વલસાડ તાલુકા-જિલ્લા કક્ષાનો શ્રેષ્‍ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ-2021 તા.5 સપ્ટેમ્બરના રોજ સવારે 10 કલાકે વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના અધ્‍યક્ષસ્‍થાને BAPS સ્‍વામીનારાયણ હાઇસ્‍કૂલ, અબ્રામા વલસાડ ખાતે યોજાશે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત આ સમારોહમાં વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત ડો. સર્વપલ્લી રાધાકૃષ્‍ણનની જન્‍મજયંતિ શિક્ષક દિન નિમિત્તે 5મી સપ્‍ટેમ્‍બર 2021ના રોજ પ્રાથમિક, માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં કાર્ય૨ત તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્‍ઠ શિક્ષકોના સન્‍માન સમારોહ, ‘5 વર્ષની શિક્ષણયાત્રા' પુસ્‍તિકાનું વિમોચન તેમજ સરકારી શિક્ષકોનાં નિયમિત પગા૨ ધો૨ણના હુકમો એનાયત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્‍કાબેન શાહ, સાંસદ ડૉ. કે.સી.પટેલ, ધારાસભ્‍યો સર્વે ભરતભાઇ પટેલ, કનુભાઇ દેસાઇ, જીતુભાઇ ચૌધરી અને અરવિંદભાઇ પટેલ, તેમજ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની વિશેષ ઉપસ્‍થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...