તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હંગામો:વલસાડ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની સભામાં ખાતરનો મુદ્દો ગાજ્યો

વલસાડ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચેરમેને સભાસદોને રાસાયણિક ખાતરનો પુરવઠો નિયમિત મળે તેની હૈયાધરપત આપી

વલસાડ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 72મી વાર્ષિક સામાન્ય સભામાં સભાસદો અને મંડળીઓને કોઇપણ પ્રશ્નનું નિરાકરણ લાવવા કટિબધ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. કોળી પટેલ સમાજની વાડીમાં યોજાયેલી સાધારણ સભામાં ચેરમેન પંકજ પટેલે જણાવ્યું કે, સંસ્થાએ કોવિડ ગાઇડલાઇનનો અમલ કરીને અહેવાલના વર્ષમાં ખાતરની અછત હોવા છતાં ખેડૂતો મંડળી સભાસદોને મુશ્કેલી ન પડે તેની કાળજી રાખી હતી તેવું જણાવ્યું હતું.

સંઘે ગુજકોમોસાલ સંસ્થાના માધ્યમથી ડાંગરની ખરીદી ખેડુતોને મહત્તમ ભાવો આપવા માટે સંન્નિષ્ઠ પ્રયાસો કર્યા હતા તેવું ઉમેરી કોરોનાના વિપરીત સમયમાં પણ સંસ્થાએ ચોખ્ખો નફો કર્યો હતો 2019-20ના અહેવાલને સર્વાનુમતે મંજૂરી અપાઇ હતી.મંડળીઓને આગામી દિવસોમાં રાસાયણિક ખાતરનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સંઘના હોદ્દેદારોને અનુરોધ કરાયો હતો.જીએનએફસીના માર્કેટિંગ મેનેજર વિનોદ વાઘાસિયાએ ખાતરનો જથ્થો ખેડૂતોને સમયસર મળશે તેવી ખાત્રી આપી હતી.

ગુજકોમોસાલના લાયઝન અધિકારી અમિતભાઇ, આગેવાન વિનોદભાઇ દેસાઇ, ઉપપ્રમુખ સુનિલ પટેલ, બેંક પ્રતિ.મગનભાઇ પટેલ તથા મંડળીઓના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ચેરમેન રામજીભાઇ પટેલ, છરવાડાના રોહિત પટેલ, મંડળીના સુનિલભાઇ પટેલે ચર્ચામાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો