તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીનું આયોજન:વલસાડ તાલુકા પંચાયતમાં ચૂંટણી માટે 17 ફોર્મ ઉપડ્યા

વલસાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક

વલસાડ જિલ્લા પંચાયતની 38 અને 6 તાલુકા પંચાયતોની 158 બેઠકની આગામી 28 ફેબ્રુઆરીએ યોજનાર ચૂંટણી માટે ઉમેવાદી પત્રો રજૂ કરવાનો પ્રથમ દિવસે કોઇ ફોર્મ ભરાયું ન હતું.વલસાડ તાલુકા પંચાયતના આરઓ પાસેથી 17 ફોર્મનું વિતરણ થયું હતું.હાલમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદાવારોના નામો હજી જાહેર થયા ન હોવાથી રાજકીય પક્ષના મુરતિયાઓ રાહ જોઇને બેઠા છે.

પ્રથમ દિવસે મોટાભાગે અપક્ષ લડવા માગતા ઉમેદવારો ફોર્મ લેવા આવ્યા હતા.વલસાડ જિલ્લા પંચાયતની બેઠકો માટે 10 ફોર્મ ઉપડ્યા હોવાનું જાણવા મળ્યું છે.વલસાડ જિલ્લામાં ચૂંટણી તંત્રએ તાલૂકા મથક અને જિલ્લા કલેકટર સ્તરે અલગ અલગ જગ્યાએ ફોર્મનું વિતરણ કાર્ય ગોઠવતાં ચૂંટણીના ફોર્મ લેવા આવનારાઓને ભારે હલામણનો સામનો કરવો પડી રહ્યો છે.

જિલ્લા પંચાયતની બેઠક વિસ્તારમાં આવતી તાલુકા પંચાયતોની અલગ અલગ બેઠકો માટેના ફોર્મ અલગ અલગ કચેરીઓમાંથી મેળવવાની વ્યવસ્થા અંગે ચૂંટણી લડવા ઇચ્છુકોને એક કચેરીએથી બીજી સુધી પહોંચવા માટે અને ફલાણી બેઠકના ફોર્મ ક્યાંથી મળશે તેવી પુછપરછ કરવાની મથામણ કરતા હોવાની પણ ચર્ચા ચાલી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો