લોકડાઉન ઇફેક્ટ:વલસાડ સ્ટેશનને એક જૂનથી માત્ર 4 ટ્રેનોના સ્ટોપેજ મળ્યા, લોકડાઉનમાં કેન્સલ થયેલી ટિકિટના 5 લાખ રિફંડ કર્યા

વલસાડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેલવે દ્વારા 1 જૂનથી કેટલીક ટ્રેનો શરૂ કરવા જઈ રહી છે. જેમાં વલસાડ સ્ટેશનને 4 ટ્રેનોના સ્ટોપેજ મળ્યા છે. વલસાડ સ્ટેશનની રિઝર્વેશન વિન્ડોથી કુલ 357 જેટલી ટિકિટ બુકિંગમાં રૂ.1.54 લાખની વિભાગને આવક થઇ હતી. 

1 જૂનથી કેટલીક ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. વલસાડ રેલવે સ્ટેશનને 4 ટ્રેનોના સ્ટોપેજ ફાળવવામાં આવ્યા છે. ટ્રેનના બુકીંગ માટે વલસાડ રેલવે રિઝર્વેશન વિન્ડો શરૂ કરવામાં આવી હતી. છેલ્લા 3 દિવસમાં 357 ટિકિટ રિઝર્વેશન કરીને 1.54 લાખની અવાક કરી હતી. જયારે લોકડાઉન દરમિયાન રદ્દ થયેલી ટ્રેનોના રિફંડ પણ આપવામાં આવી રહ્યા છે. જેમાં છેલ્લા 3 દિવસમાં 871 ટિકિટ કેન્સલ કરીને 5.09 લાખનું રિફંડ રેલવે વિભાગે ચુકવ્યું હતું. વલસાડ સ્ટેશન પર ફક્ત યાત્રા કરવા આવતા યાત્રીઓને જ પ્રવેશ અપાશે. સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ તે રીતે રિઝર્વેશન અપાઈ રહ્યું છે. 

ફક્ત યાત્રીઓને જવા દેવાશે 
 વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેનના અડધા કલાક પહેલા યાત્રીઓને સ્ક્રીનિંગ અને સેનેટરાઇઝ કરીને યાત્રીઓને પ્લેટફોર્મ પર મોકલવામાં આવશે. -અનુકુમાર ત્યાગી, ARM, વલસાડ 

અન્ય સમાચારો પણ છે...