તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના ઇફેક્ટ:વલસાડ એસટી ડિવિઝને અનલોક-1માં 2.09 કરોડની આવક મેળવી

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 હજાર ટ્રીપો મારફતે 14.50 લાખ કિમિ ટ્રીપો દોડાવી

અનલોક-01માં વલસાડ એસટી ડિવિઝન દ્વારા અનલોક-01માં એસટી ડિવિઝને રોજના સોશ્યલ ડિસ્ટન્સ સાથે કુલ 15 હજાર ટ્રીપો દોડાવી રોજના 14 હજારથી વધારે યાત્રીઓને સુરક્ષિત યાત્રા કરાવી કુલ 2.09 કરોડની આવક મેળવી હતી. વલસાડ એસટી ડિવિઝને 14.50 લાખ કિમિ બસ દોડાવી હતી. એસટી ડિવિઝનમાં આવતા વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં એસટી વિભાગે અનલોક-01માં પબ્લિક ટ્રાન્સપોર્ટની સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં તમામ બસોને એન્ટી બેકટેરિયા કેમિકલ વડે સાફસફાઈ કરીને બસને રોજ યાત્રીઓ માટે તૈયાર કરવામાં આવી રહી છે.

અંદાજે પ્રતિ કિમિએ એસટી વિભાગે રૂ.14.41ની અવાક મેળવી
એસટી ડિવિઝનની તમામ ટ્રીપોમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને બસ ડેપો પર યાત્રીઓને સ્ક્રીનિંગ કરવામાં આવે છે. યાત્રીઓની તમામ સુરક્ષાઓને ધ્યાનમાં રાખીને કુલ વલસાડ ડિવિઝને 15 હાજર ટ્રીપોમાં દોડાવી કુલ 14.50 લાખ કિમિ બસો યાત્રીઓ માટે દોડાવી હતી. રોજના 14 હજારથી વધારે યાત્રીઓને યાત્રા કરાવીને કુલ 2.09 કરોડની એસટી ડિવિઝને અવાક મેળવી હતી. એસટી વિભાગ દ્વારા આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરીને એસટી ડેપો ટુ એસટી ડેપો બસો દોડાવવામાં આવી રહી છે. યાત્રીઓ બસમાંથી ઉતરે ત્યાર બાદ બસને એન્ટી બેક્ટેરિયા કેમિલક વડે સાફ કરવામાં આવે છે. અંદાજે પ્રતિ કિમિએ એસટી વિભાગે રૂ.14.41ની આવક મેળવી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો