તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુટખાનો જથ્થો ઝડપી પાડ્યો:વલસાડ SP સ્કવોડની ટીમને મળેલી બાતમીના આધારે એક ટ્રકમાંથી 8.64 લાખનો ગુટખાનો બિલ વગરનો જથ્થો ઝડપાયો

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ DSPની સ્વોડની ટીમને મળેલી બાતમીના આધારે વાપી GIDC ચાર રસ્તા પાસે બ્રિજ પાસે ટ્રકને અટકાવી ચેક કરતા ટ્રકમાંથી 8.64 લાખનો ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બિલ માંગતા બિલ મળી આવ્યા ન હતા. પોલીસે કુલ 23.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ DSPની સ્ક્વોડની ટીમને મળેલી બાતમીના આધારે એક ટ્રક ન.MH-04-JU-3574માં ગુટખાનો વિપુલ પ્રમાણમાં જથ્થો ભરીને મુંબઇ તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે જિલ્લા SP ડો. રાજદીપસિંહ ઝાલાની સ્ક્વોડની ટીમે વાપી GIDC બ્રિજ પાસે બાતમી વાળા ટ્રકને અટકાવી ચેક કરતા ટ્રકમાંથી 8.64 લાખના ગુટખાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસની ટીમે ટ્રક ચાલક હેમેન્દ્ર માનસિંગ રાજપૂત અને ગૌરવ રાતનલાલ પ્રજાપતિ રહે રાજસ્થાનને ડિટેન કરી આગળની તપાસ હાથ ધરી છે.

વાપી GIDC પોલીસે ચાલકની પ્રાથમિક પૂછપરછ કરતા મોડાસા પાસે મુદ્દામાલ ભરીને ટ્રક આપી ગયો હતો. મહારાષ્ટ્રના ભીવંડી પાસે પહોંચી મહારાષ્ટ્રના એક ઇસમને ફોન કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...