તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જવાબદારી:વલસાડ એસપીને મેડિકલ નોડલ અધિકારી તરીકેની જવાબદારી સોંપાઈ, પોલીસ પરિવારોને આપશે માર્ગદર્શન

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તબીબી ડીગ્રી ધરાવતા પોલીસ અધિકારીઓને અપાઈ છે ખાસ જવાબદારી

વલસાડ જિલ્લા ઉપરાંત સમગ્ર રાજ્યમાં કોરોના નું સંક્રમણ તેજ ગતિએ વધી રહ્યું છે . કોરોના ની આ જીવલેણ વેવ માં રાજ્યમાં આરોગ્ય વિભાગની સાથે પોલીસ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ પણ મોટી સંખ્યામાં ભોગ બની ચૂક્યા છે.. ત્યારે રાજ્યના પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગે હવે પોલીસ વિભાગમાં તબીબી સ્નાતક ની ડીગ્રી ધરાવતા અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ ને પણ હવે પોલીસ અને એસઆરપી વિભાગમાં પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનો માટે જરૂરી માર્ગદર્શન અને કાઉન્સિલિંગ અને મદદરૂપ થવા માટે મેડિકલ નોડલ અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

જેના ભાગરૂપે વલસાડ જિલ્લા પોલીસવડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાને પણ વલસાડ જિલ્લા ઉપરાંત દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે.મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી હોવાની સાથે તેઓ તબીબી સ્નાતકની ડિગ્રી પણ ધરાવે છે. આથી સરકારે તેમને વલસાડ જિલ્લા ઉપરાંત સુરત ગ્રામ્ય અને ભરૂચ જિલ્લામાં પણ એસઆરપી અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને કોરોના ને લગતી જરૂરી માર્ગદર્શન કે તેને લગતી કોઈપણ મૂંઝવણ હોય તો તેમને સહાયરૂપ થવા માટે મેડિકલ નોડલ અધિકારી તરીકે નિમણૂક કરી છે.

આમ પોતાને નવી જવાબદારી સોંપાતા જ વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલા વલસાડ જિલ્લા અને તેમને સોંપવામાં આવેલા અન્ય જિલ્લાના પોલીસ કર્મચારીઓ અને એસઆરપી જવાનો કે તેમના પરિવારોને જેઓને મદદની જરૂર છે તેવા પરિવારનો સંપર્ક કરી અને તેમને જરૂરી માર્ગદર્શન માટે કાઉન્સેલિંગ કરી રહ્યા છે. નવી જવાબદારી મળ્યા ને પ્રથમ દિવસથી જ તેઓએ પોતાની ફરજ નિભાવવા નું સરું કરી દીધું છે. આજે પ્રથમ દિવસે વલસાડ જિલ્લા પોલીસ ના એક મહિલા પોલીસકર્મી અત્યારે વલસાડ ની આયુર્વેદિક કોલેજ માં સારવાર લઈ રહ્યા છે. તેમની મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું..

અન્ય સમાચારો પણ છે...