ડુપ્લીકેટ નોટના રેકેટનો પર્દાફાશ:વલસાડ SOGની ટીમે કપરાડામાંથી એક યુવકને રૂ 500ના દરની 586 ડુપ્લીકેટ નોટ સાથે ઝડપી પાડ્યો

વલસાડ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SOGની ટીમે 2.93 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

વલસાડ SOGની ટીમે કપરાડામાંથી એક યુવકને રૂ 500ના દરની 586 ડુપ્લીકેટ નોટ સાથે ઝડપી પાડ્યો હતો. કપરાડા ખાતે એક યુવક રૂ.500ના દરની ડુપ્લીકેટ નોટનો જથ્થો ઠાલવવાનો હોવાની SOGની ટીમને બાતમી મળી હતી. જેના આધારે SOGની ટીમે બાતમી વાળી જગ્યાએ પહોંચી ઇસમને અટકાવી ચેક કરતા તેની પાસેથી રૂ.500ના દરની કલર પ્રિન્ટ કરેલી ડુપ્લીટેક નોટ મળી આવી હતી. આરોપીની કડકાઇથી પૂછપરછ કરતા આરોપી પાસેથી રૂ.500ના દરની કુલ 586 નોટનો જથ્થો મળી આવ્યો હતો. SOGની ટીમે યુવકની અટકાયત કરી કપરાડા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાની SOGની ટીમને બાતમી મળી હતી કે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એક સ્થાનિક યુવક રૂ.500ના દરની ડુપ્લીકેટ નોટ સાથે ફરી રહ્યો છે. તેની પાસે આવી નોટનો વિપુલ પ્રમાણમાં જથ્થો હોવાની બાતમી SOGની ટીમને મળતા SOGની ટીમે તાત્કાલિક કપરાડા ખાતે પહોંચી બાતમીના વર્ણન વાળા યુવકની શોધખોળ હાથ ધરી હતી.

વલસાડ SOGની ટીમે બાતમીના વર્ણન વાળા યુવકને અટકાવી ચેક કરતા તેની પાસેથી 500ના દરની ડુપ્લીકેટ નોટ મળી આવી હતી. યુવકની કડકાઇથી પૂછપરછ કરતા તેની પાસેથી રૂ. 500ના દરનો 586 નોટનો જથ્થો મળી આવ્યો હતો. વલસાડ SOGની ટીમે 2.93 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...