વલસાડના સાંઇભક્તો માટે અગાઉ કોરોનાકાળના કારણે નવસારી-વલસાડ-નાસિક-શીરડીની એસટી બસ બંધ કરી દેવાઇ હતી.જેને ફરીથી ચાલૂ કરવામાં આવતા સાઇભક્તોમાં આનંદની લહેર પ્રસરી ગઇ છે.ભક્તોએ અભિવાદન કરી નાળિયેર વધેરી બસનું સ્વાગત કર્યું હતું.બંધ થયેલી આ બસનું શિડ્યુલ ફરીથી કાર્યરત કરાતા ભક્તોમાં આનંદ ફેલાયો છે. વલસાડ નવસારી શિરડી બસ ફરીથી શરૂ કરવા માટે વલસાડ સાઈભક્ત કેતન શાહ દ્વારા એસટી વિભાગને રજુઆત કરવામાં આવી હતી.જેને પૂન: શરૂ કરવામાં આવી છે.
આ પ્રસંગે વલસાડ ડેપોમાં કેતન શાહ, હિતેશ પટેલ ચૂલા હોટલ,આમિર શેખ,સાઈભક્ત રાજુભાઈ (રાજુ સાઈ),એડવોકેટ પ્રથમેશ જયસ્વાલ, દિવ્યેશ ત્રિવેદી,એડવોકેટ પરવેઝ શેખ, એડવોકેટ મયંક જયસ્વાલ, સ્મિત જયસ્વાલ,આશુતોષ પાન્ડે સહિત સાઈ ભક્તોએ બસને ફુલ હાર અને શ્રીફળ વઘેરી ડ્રાઇવર કન્ડક્ટરનું અભિવાદન કરી બસમાં શિરડી જતા સાઈભક્તોનું મોઢું મીઠુ કરાવી બસ શિરડી રવાના કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે આ બસ ચાલુ કરવા વર્ષો પહેલા વકીલ કેતન શાહ ધ્વારા જ રજુઆત કરી ચાલુ કરાવાઇ હતી.વલસાડ કલેકટર ક્ષિપ્રા અગ્રે તથા વલસાડ ડેપો વિભાગીય કચેરીના જ્યોતિ બહેનનો સાઇભક્તોએ આભાર વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.