ઉત્તરાયણ નજીક અવતાની સાથે વલસાડ સહિત ગુજરાતમાં પતંગ રસિકો દ્વારા પતંગ ઉડાવી મઝા માણતા હોય છે. ત્યારે રોડ ઉપર બાઈક ચાલકો માટે જીવનું જોખમ ટોળાતું રહે છે. જેથી વલસાડના સેવા મિત્ર મંડળ દ્વારા દોરી ગાર્ડ લગાવી લોકોનો જીવ બચાવવાની જુમ્બેશ હાથ ધરી છે. ચાલુ વર્ષે 2 હજારથી વધુ દોરી ગાર્ડ લગાવવાની જુમ્બેશ હાથ ધરવામાં આવી છે. મંડળના એક સભ્યને 2 વર્ષ પહેલા પતંગની દોરી વડે ગળું કપાઈ ગયું હતું. અને હોસ્પિટલના તબીબે ભારે મહેનત કરીને જીવ બચાવ્યો હતો. જેથી સેવા મિત્ર મંડળના સભ્યોએ પોકેટ મની એકત્રિત કરીને શહેરના મોટર સાયકલ ચાલકો માટે વિનામૂલ્યે દોરી ગાર્ડ લગાવવાનો નિર્ણય કર્યો હતો.
ઉત્તરાયણ પર્વ અવતાની સાથે પતંગ રસિકો પતંગની મજા લેવામાં મશગુલ બની જતા હોય છે. પતંગ રસિકોની મઝા બાઈક ચાલકો માટે ઘણી વખત મોતની સજા થઈ જતી હોય છે. 2 વર્ષ પહેલાં વલસાડ સેવા મિત્ર મંડળના એક સભ્યને બાઈક ઉપર જતી વખતે છીપવાડ વિસ્તારમાં પતંગની દોરી વાગી જતા ગળું કપાઈ ગયું હતું. સ્થાનિક લોકોએ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સમયસર ખસેડતા ડોક્ટરની સારવાર મળી હતી. અને યુવકનું જીવ બચ્યો હતો. ત્યારથી સેવા મિત્ર મંડળના સભ્યોએ પોતાની દર મહિનાની પોકેટ મની મંડળમાં જમા કરવાનો નિર્ણય કર્યો હતો. ચાલુ વર્ષે ઉત્તરાયણ પર્વ પહેલા સેવા મિત્ર મંડળના યુવાનોએ 2000થી વધુ દોરી ગાર્ડ વિનામૂલ્યે લગાવી વાહન ચલાકનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.