તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાંની સાથે જિલ્લામાં ચૂંટણીમાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ અંકુશમાં લાવવા 22 થી 28 ફેબ્રુઆરી દરમિયાન પ્રોહીબીશન ડ્રાઈવ જાહેર કરી છે. વલસાડ રૂરલ પોલીસની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી, તેવામાં નવેરા પુલ પાસે વાહન ચેકિંગ દરમિયાન એક ગાડીને અટકાવી દીધી હતી. આ ચેકિંગ દરમિયાન પોલીસમે જાણવા મળ્યું કે, કારચાલકના પિતા ઓઝર સીટ ઉપર ઇલેક્શનમાં ઉભા હતા. જેથી તે ચૂંટણી પ્રચારના કાર્ય અર્થે 3 સમર્થકો સાથે જઈ રહ્યો હતો. પોલીસે કારની ડિક્કી ચેક કરતા તેમાંથી 7 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
દારૂની હેરાફેરી કરનાર ઝાડીઓમાંથી નાસી ગયા
પોલીસની ટીમે આ દારૂની હેરાફેરી અંગે પૂછપરછ હાથ ધરતા વિસ્મય અને તેના મિત્રો નજીકમાં આવેલી ઝાડીમાંથી ભાગી છૂટયા હતા. જેથી પોલીસે તેમની ધરપકડ કરવા માટે પીછો પણ કર્યો હતો પરંતુ તે લોકો ત્યાથી ભાગવામાં સફળ રહ્યા હતા. ત્યારપછી પોલીસની ટીમે તેમના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરતા વિસ્મય અને તેના 3 સમર્થકોને વોન્ટેડ જાહેર કરીને તેમની પાસેથી કુલ રૂપિયા 1 લાખ 53 હજારનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. પોલીસે આ કૃત્ય હેઠળ દારૂ સાથે ઝડપાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.