હાલાકી:વલસાડ RTOના ડ્રાઇવિંગ ટેસ્ટમાં ક્ષતિ સર્જાતા કામગીરી ખોટકાઇ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 નવે. સુધીની ટેસ્ટની એપોઇન્ટમેન્ટ તારીખ રદ

વલસાડ જિલ્લા આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે નિર્માણ કરાયેલા ટ્રેકમાં શુક્રવારે અચાનક કોઇક ટેક્નિકલ ખામી ઉભી થઇ હતી.જેને લઇ જે અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવ્યા હતા તેમના ટેસ્ટની કામગીરી ખોટકાઇ હતી.આરટીઓ કચેરીના અધિકારીઓ દ્વારા આ ટેક્નિકલ ક્ષતિ દૂર કરાવવા ઉપલી કક્ષાએ જાણ કરી હતી.

આ પરિસ્થિતિ સર્જાતાં હાલમાં તાત્કાલિક આ ક્ષતિમાં સુધારો થવા વધુ સમય લાગે તેવા સંજોગો વર્તાતા આગામી 12 નવેમ્બર સુધીની એપોઇન્ટમેન્ટ રદ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જેને લઇ જિલ્લામાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટ માટે આવનારા અરજદારોને ત્યારબાદ એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે.ત્યાંસુધીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની મરામત માટેની કાર્યવાહી આરટીઓ દ્વારા હાથ ધરવામાં આવશે. અવારનવાર સર્જાતી ખામીના કારણે ચાલકોએ ભારે હાલાકી ભોગવવા પડે છે.

એપોઇન્ટમેન્ટ રી શિડ્યુલ કરાશે
વલસાડ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી કચેરી દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ક્ષતિના કારણે 12 નવેમ્બર સુધી બંધ કરી દેવા નિર્ણય કર્યા બાદ જે અરજદારોને એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી તેને રી શિડ્યુલ કરવામાં આવશે તેવું જણાવ્યું છે.આ સમયગાળા દરમિયાન એપોઇન્ટમેન્ટ ધરાવતા અરજદારોની એપોઇન્ટમેન્ટ રી શિડ્યુલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...