વિશ્વ મહિલા દિન અને ધુળેટીની ઉજવણી:વલસાડ રેસર્સ ગ્રૂપ દ્વાર ધુળેટી અને વિશ્વ મહિલા દિન નિમિત્તે 5 કિમિ દોડનું આયોજન કરાયું

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ રેસર્સ ગ્રૂપ દ્વારા વલસાડ સર્કિટ હાઉસથી ધુળેટી પર્વ નિમિત્તે કલર્સ રન અને વિશ્વ મહિલા દિન નિમિત્તે 5 કિલોમીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. 250થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. મહિલાઓએ પરિવારની તંદુરસ્તી સાથે પોતાની તંદુરસ્તી જાળવવા પણ 100થી વધુ મહિલાઓએ દોડમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વલસાડના લોકોની તદુરસ્તી જળવાઈ રહે તે માટે રેસર્સ ગ્રૂપ દ્વારા દર વર્ષે મેરોથોન, સાઈકલોથોન, સહિતની ઇવેન્ટનું આયોજન કરીને લોકોને તંદુરસ્ત રાખવાનો પ્રયાસ કરતી રહે છે. રેસર્સ ગ્રુપના સફળ પ્રયાસથી લોકો સાયકલિંગ અને રનિંગ કરતા જોવા મળી રહ્યા છે.

વલસાડ રેસર્સ ગ્રૂપ દ્વારા ધુળેટી પર્વ અને વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગ રૂપે 5 કિલોમીટરની રન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 250થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. 100થી વધુ મહિલાઓએ ભાગ લઈને દોડને સફળ બનાવી હતી. વિશ્વ મહિલા દિન નિમિત્તે દોડ સાથે મહિલાઓ પણ તદુરસ્તી પાછળ ધ્યાન આપે અને મહિલા તંદુરસ્ત રહેશે તો પરિવારના તમામ લોકો તંદુરસ્ત રહેશે ના થીમ સાથે મહિલાઓને હેલ્થ પ્રત્યે જાગૃત કરવા માટે રેસર્સ ગ્રૂપ દ્વારા સર્કિટ હાઉસથી 5 કિલોમીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ શહેરના હેલ્થ જાગૃત લોકો મોટી સંખ્યામાં દોડમાં ભાગ લઈને રેસર્સ ગ્રુપની ઇવેન્ટને સફળ બનાવી હતી.

દોડ સાથે પ્લાસ્ટિક મુક્ત વલસાડ બનાવવા માટે દરેક દોડવીરોને વલસાડ રેસર્સ ગૃપ.દ્વારા કાપડની બેગ આપીને પ્લાસ્ટિક મુક્ત વલસાડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દોડ પહેલા દોડવીરોએ હર્બલ કલરથી ધુળેટી પર્વની ઉજવણી કરો હતી. સાથે એક બીજાને અલગ અલગ રંગોના કલર વડે રંગી તંદુરસ્ત રહેવા અંગે શુભેચ્છા પાઠવી હતી. વલસાડ રેસર્સ ગ્રુપની કલર દોડમાં હેલ્થ મિનિસ્ટ્રી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના સભ્ય ભૈરવીબેન જોશીએ પણ ભાગ લઈને વલસાડ શહેરની મહિલાઓને હેલ્થ પ્રત્યે જાગૃત કર્યા હતા. રેસર ગ્રુપની દોડમાં વલસાડના ડોકટર, વકીલો, બિલ્ડરો, પત્રકારો ઉદ્યોગપતિઓ, સરકારી કર્મચારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓએ દોડમાં ભાગ લઈને ઇવેન્ટને સફળ બનાવી હતી.

અન્ય સમાચારો પણ છે...