અકસ્માત:વલસાડ પોલીટેક્નિકના વિદ્યાર્થિને કારે ટક્કર મારતા ઇજા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અકસ્માત બાદ ચાલક ભાગી છૂટ્યો, વિદ્યાર્થીને સુરત હોસ્પિટલમાં દાખલ કરાયો

વલસાડમાં મોડી સાંજે મિત્રો સાથે હોટલમાં જમીને પરત થતાં પોલીટેકનિક કોલેજના એક વિદ્યાર્થીને કારે ટક્કર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઇ ગયો હતો.જો કે કારનો નંબર નોંધી લેતા અજાણ્યા કારચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો.

મળતી માહિતી મુજબ વલસાડ ભાગડાવડા પંચાયત હદમાં તિથલ રોડ પાસે કોલેજ કેમ્પસમાં આવેલી સરકારી પોલીટેક્નિક કોલેજનો વિદ્યાર્થી હરમિતસિંગ ઉ.19 પોતાના ત્રણચાર મિત્રો સાથે સાંજે 7.30 વાગ્યાના સુમારે વલસાડ સ્ટેશન રોડ ઉપર એક હોટલમાં જમવા માટે ગયા હતા.

દરમિયાન જમી પરવારીને તેઓ પગપાળા ચાલી સ્ટેડિયમ રોડ પરથી જલારામ રામરોટી ચોક વળાંક પાસેથી ટાવર તરફ જઇ રહ્યા હતા ત્યારે સ્ટેશન રોડ પરથી અચાનક એક કારચાલક પુરઝડપે કાર લઇને ધસી આવી આ મિત્રો તરફ ધસી આવી હરમિતસિંગને અડફેટમાં લેતા ગંભીર ઇજા પહોંચાડી હતી.

કારનો ટાયર તેના ગુપ્ત ભાગે ટકરાઇ જતાં વિદ્યાર્થીને વધુ ઇજા પહોંચી હતી.ઘટનાની જાણ થતાં લોકોએ ભેગા થઇ ઇજાગ્રસ્તને બેભાન હાલતમાં નજીકના હોસ્પિટલમાં દાખલ કર્યો હતોપરંતું ગંભીર ઇજા પહોંચતા તેને સુરત ખાતે રિફર કરાયો હતો.જ્યાં ઇમરજન્સી સારવાર આપવામાં આવી રહી છે.

અકસ્માત સર્જનાર કારચાલક કાર લઇને ભાગી છુટ્યો હતો,પરંતુ વિદ્યાર્થીઓએ તેનો નંબર નોંધી લઇ ફરિયાદ નોંધાવતા સિટી પોલીસે અજાણ્યા કારચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી ફરાર ચાલકને પકડી પાડવા આગળની તપાસ શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...