નવી સુવિધા:લોકોને મંતવ્યો લેવા માટે વલસાડ પોલીસનો નવતર પ્રયાસ, કોચરવા ગામની સ્કૂલમાં ફરિયાદ પેટી મુકવામાં આવી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોક સમસ્યાઓનું નિરાકરણ આવે એ હેતુસર જિલ્લા પોલીસની કામગીરીને ગામ લોકો એ બિરદાવી

વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પાઇલોટ પ્રોજેકટ હેઠળ ગામમાં સજેશન બોક્સ મુકવામાં આવ્યા, પોલીસ મથકે આવવા ન માંગતા હોય તેવા લોકોએ સજેશન બોક્સમાં ફરિયાદ લખીને આપવાથી પોલીસ તાત્કાલિક અસરથી ફરિયાદ ઉપર કાર્યવાહી હાથ ધરશે. વલસાડ જિલ્લાના ઘણા વિસ્તારોમાં આવા સજેશન બોક્સ મારફતે લોકોમાં રહેલી સમસ્યા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસ મથકે આવવા ન માંગતા હોય કે પોતાનું નામ ખાનગી રાખવા માંગતા હોય તેવા લોકોએ સજેશન બોક્સમાં ફરિયાદ નાખવાથી ફરિયાદીની ગુપ્તતા જળવાયેલી રહેશે.

વલસાડ જિલ્લા પોલીસ એ ફરિયાદ નું સમાધાન કરવા નવી એપ લોન્ચ કરી એક અનોખી પહેલ જિલ્લા માં કરી છે જેની શરૂઆત આજથી થઈ જિલ્લા ના ગામો માં આવેલી સ્કૂલો માં ફરિયાદ પેટી મુકવામાં આવી જેનું નામ સુરક્ષા સેતુ સોસાયટી અપાયું. જેમાં ગામ ના લોકો વિદ્યાર્થીઓ જેઓ ને પડતી તકલીફો જેઓ પર થતા અત્યાચાર અંગે ફરિયાદ કરવા માંગતા હોય અને પોલીસ સ્ટેશનમાં આવવા માંગતા ન હોય તે હેતુસર ફરિયાદ બોક્સ મુકાયું જેમાં લોકો પોતાની ફરિયાદ કરી શકશે અને પોલીસ તેનું ઝડપ થી નિરાકરણ કરી શકે અને અંગત બાતમી ને લઈ પણ પોલીસ ગુનેગારો સુધી પોહચી શકે એ હેતુ થી ફરિયાદ પેટી મુકાય છે.

ડુંગરા પોલીસ મથકની કોચરવા ગામથી શરૂઆત થઈ અને 59 જેટલી સ્કૂલો મુકવા આવસે પેટી આ પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત લોકોની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે અઠવાડિયામાં 2 વાર પોલીસ આ પેટી ખોલશે અને ફરિયાદનું નિરાકરણ કરશે ત્યારે ગામ લોકો જિલ્લા પોલીસ વડા અને તેમની ટિમની આ કામગીરીને બિરદાવી હતી. પોલીસ લોક હિતમાં લોકો માટે આવી સારી કામગીરી કરતી રહેશે એ ખૂબ જ સરસ છે. ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા SP ડો.રાજદીપસિંહ ઝાલા અને DySP વાપી વિરભદ્રસિંહ જાડેજા અને ડુંગરા પોલીસ મથકના PI તથા તેમનો સ્ટાફ હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...