કરોડો રૂપિયાના દારૂનો નાશ:વલસાડ પોલીસે 9 મહિના દરમિયાન ઝડપેલા 2 કરોડના દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવાયું

વલસાડ15 દિવસ પહેલા
  • છેલ્લા 9 મહિનામાં 1140 કેસમાં દારૂનો જથ્થો ઝડપાયો હતો

વલસાડ શહેર, ગ્રામ્ય અને ડુંગરી સ્ટેશનમાં છેલ્લા 9 મહિના દરમિયાન ઝડપાયેલા 2 કરોડ રૂપિયાના દારૂના જથ્થા પર આજે રોલર ફેરવી નાશ કરાયો હતો. દારૂનો નાશ કરતી સમયે સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ, SDM અને નશાબંધી ખાતાના અધિકારીઓ હાજર રહ્યા હતા.

વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્ર અને દમણ સેલવાસમાંથી બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઠાલવવા અનેક પ્રયાસો કરી રહ્યા છે. વલસાડ પોલીસે છેલ્લા 9 માસમાં વલસાડ સીટી, રૂરલ અને ડુંગરી પોલીસ મથકે નોંધાયેલા 1,140 કેસમાં ઝાડપેલો 2.07 કરોડનો દારૂના જથ્થા ઉપર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. વલસાડના જૂજવા ગામ ખાતે પ્રાંત અધિકારી અને નશાબંધી ખાતા અધિકારીઓની ઉપસ્થિતિમાં વલસાડ DySPએ ની આગેવાનીમાં 2.07 કરોડના દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં દારૂબંધી છતાં ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ બુટલેગરો દ્રારા લાવવામાં આવે છે. વલસાડ જિલ્લા પોલીસની સતર્કતાને લઈને વલસાડ તાલુકા પોલોસે જાન્યુઆરી માસથી 11 નવેમ્બર સુધીમાં 1104 નોંધાયેલા દારૂના કેસમાં 1,65, 343 બોટલ દારૂ ઝડપી પાડ્યો હતો. જે દારૂના જથ્થાને નાશ કરવા કોર્ટ પાસેથે વલસાડ જિલ્લા પોલીસને પરવાનગી મળતા મંગળવારે જૂજવા ગામ ખાતે વલસાડ સીટી, રૂરલ અને ડુંગરી પોલીસ મથકે ઝડપાયેલા 2.07 કરોડના દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો.

વલસાડ પ્રાંત અધિકારી અને નશાબંધી ખાતાના અધિકારીઓની આગેવાનીમાં વલસાડ તાલુકાના 3 પોલીસ મથકે ઝડપાયેલો દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લાના ત્રણ જેટલા પોલીસ સ્ટેશનનોમાં છેલ્લા 9 માસમાં વલસાડ સીટી પોલીસ સ્ટેશનનો 27 લાખ, વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન 1.38 કરોડ અને ડુંગરી પોલીસ સ્ટેશનનો 43 લાખના દારૂના જથ્થાનો આજરોજ વલસાડ dysp ,પ્રાંત અધિકારી અને નશા બંધી ખાતાની હાજરીમાં આ દારૂનો જૂજવાં પાથરી ગામ ખાતે નાશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...