તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વલસાડ પોલીસે અતુલ હાઈવે પરથી એક કારમાંથી બિલ વગરનો 3.12 લાખની કિંમતનો ગુટખાનો જથ્થો ઝડપાયો

વલસાડ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વલસાડથી ગુટખા સુરત લઈ જવાઈ રહ્યો હોવાનો ખુલાસો

વલસાડ અતુલ હાઈવે ઉપર ઇકો કારમાં ગુટખાનો જથ્થો બિલ વગર નો લઈ જતો હોય જે વલસાડ રૂરલ પોલીસની ટીમે બાતમીના આધારે કારમાંથી રૂપિયા 3.12 લાખનો ગુટખાનો જથ્થો ઝડપી પાડયો હતો. કાર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. વલસાડ રૂરલ પોલીસના પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ હરી સિંહ તેમની ટીમ સાથે હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે હાઈવે ઉપરથી ઇકો કારમાં ગુટખાનો જથ્થો ગેરકાયદે સૂરત તરફ લઈ જવાના હોય જે બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમ અતુલ ઓવરબ્રિજ નેશનલ હાઇવે નંબર 48 સુરત તરફ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી.

પોલીસ વોચમાં હતી ત્યારે બાતમી વાડી ઇકો કાર નંબર GJ-06-MD-9059ને પોલીસે કાર અટકાવી હતી કારમાં તપાસ કરતા 10 જેટલા કંતાનના થેલા ભરેલા ગુટકાના મળી આવ્યા હતા. પોલીસે કાર ચાલક પર બિલોની માંગણી કરી હતી પણ એમના બીલના ના હોય અને આ ગુટકા ગેર કાયદેસર રીતે સુરત તરફ લઈ જતો હતો રૂપિયા 3.12 લાખનો પોલીસે કાર ચાલક વડોદરામાં રહેતો ઈરાન યોગેશભાઈ શાહ એમની સામે ગુનો નોંધી અને પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો