સ્પર્ધાનું આયોજન:વલસાડ પોલીસ દ્વારા જિલ્લાના વિદ્યાર્થીઓમાં છુંપાયેલી કળાઓને બહાર લાવવા વકૃત્વ અને નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરાયું

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમાજમાં પોલીસની ભૂમિકા અને રાષ્ટ્રના નિર્માણમાં પોલીસની ભૂમિકા વિષય ઉપર સ્પર્ધા યોજાઇ

વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જિલ્લાના વિદ્યાર્થીઓમાં છુંપાયેલી કળાઓને બહાર લાવવા માટે એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સ્પષ્ટ વક્તા તરીકે રહેલી કળાઓને બહાર લાવવા માટે વલસાડ પોલોસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં વકૃત્વ સ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 251 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

વલસાડ જિલ્લા પોલોસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી લેખન કાળા અને વક્તાની કળાને નિખારવા માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જે.પી શ્રોફ આર્ટસ કોલેજ ખાતે રાષ્ટ્રના નિર્માણમાં પોલીની ભૂમિકા ઉપર નિબંધ સ્પર્ધા અને સમાજમાં પોલીસની ભૂમિકા ઉપર વકૃત્વ સ્પર્ધાનું અયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રના નિમાર્ણમાં પોલીસની ભૂમિકા નિબંધમાં વિજેતા થયેલી વિદ્યાર્થીનીઓને જિલ્લા SP ડો. રાજદીપસિંહ ઝાલાના હસ્તે ઇનામ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મોટી સંખ્યામાં વલસાડ જિલ્લાની કોજેલના અને શાળાઓને વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...