તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:સસલા ઉછેર સ્કિલમાં પૈસા ડબલ કરી આપવાના બહાને 1.13 કરોડનું કૌભાંડ કરનાર બે આરોપીને વલસાડ પોલીસે ઝડપ્યા

વલસાડ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રેબિટ ઇન્ટર બ્રીડ કો.ઓપરેટિવ હસબન્ડરી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના બે મહિલા સહિત આઠ ડિરેક્ટરો વિરુદ્ધ નોંધાઇ હતી પોલીસ ફરિયાદ
 • અલગ અલગ ત્રણ સ્કિમ આપીને આચર્યું કૌંભાંડ

વલસાડમાં સસલા ખરીદીને રોકાણકારોને તેના પર બમણું વળતર આપવાના 1.13 કરોડના કૌભાંડમાં વલસાડ પોલીસે માસ્ટર માઈન્ડ ચંદ્રશેખર ઉર્ફે ભાઉસાહેબ હરિભાઉ મોરે અને કવિતા ચંદ્રશેખર ઉર્ફે ભાઉસાહેબ હરિભાઉ મોરેની બાતમીના આધારે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

વર્ષ 2010માં સસલા ઉછેર સ્કિલમાં પૈસા ડબલ કરી આપવાના બહાને રેબિટ ઇન્ટર બ્રીડ કો.ઓપરેટિવ હસબન્ડરી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના બે મહિલા સહિત આઠ ડિરેક્ટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આશરે વલસાડમાંજ 166 વ્યક્તિઓ પાસેથી 1.13 કરોડની ઠગાઈ થઈ હતી.

ડિરક્ટરોએ ભોગ બનનાર લોકોને આપેલી સ્કિમડિરક્ટરોએ ભોગ બનનાર લોકોને આપેલી સ્કિમ નંબર એકમાં સસલા વેચાણ ઉપર ઓછામાં ઓછા ‌રૂપિયા 10 હજાર અને વધુમાં વધુ પાંચ લાખનું રોકાણ કરવાથી 30 મહિના અને 20 દિવસનું રોકાણ કરેલી રકમના નફા રૂપે કંપની પાંટ ટકા માસિક વળતર 30 મહિના સુધી રોકાણ કરનારને આપે છે. 31માં મહિને મુદ્દલ રોકાણની રકમ કંપની પરત કરે છે. જ્યારે ડિરક્ટરોએ આપેલી બીજી સ્કિમમાં 40 મહિના સુધી પાંચ ટકા વળતર અને ત્રીજી સ્કિમમાં 20 મહિના 20 દિવસ રોકાણના પુરા થતા રકમ બમણી મળશે. વળતર અને નફાના ચેકો પણ કંપની તરફથી એડવાન્સમાં રોકાણકારોને આપી વિશ્વાસમાં લીધા હતા.

નાણાની માંગણી કરતા આપ્યા ઉડાવ જવાબજ્યારે કંપનીના ડિરેક્ટર મોરે બ્રધર્સ પાસે સ્કીમ મુજબ વળતરની માંગણી કરી હતી. ત્યારે તેઓએ જણાવ્યું હતુ કે, સસલાના પાલનમાં નુકશાન થવાથી પૈસા આપી શકાતા નથી. થોડા સમય ધીરજ રાખો. બાકી નીકળતા પૈસા મળી જશે અને ઉપર વ્યાજ પણ આપવામાં આવશે. ત્યારબાદ નાણાની માંગણી કરતા ઉડાવ જવાબ આપવા માંડયા હતા. સમગ્ર મામલે પોલીસને બાતમી મળતા કંપનીના ડિરેક્ટર ચંદ્રશેખર ઉર્ફે ભાઉસાહેબ હરિભાઉ મોરે અને કવિતાબેન ચંદ્રશેખર ઉર્ફે ભાઉસાહેબ હરિભાઉ મોરેને ઝડપી પાડી વલસાડ સીટી પોલીસ સ્ટેશન લાવી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો