તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંતરરાજ્ય ટ્રકચોરીનું કૌભાંડ:વલસાડ પોલીસે મહારાષ્ટ્ર, યુપી અને દિલ્હીમાં ટ્રકની ચોરી કરનારા ત્રણ શખ્સોને એક કરોડના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

વલસાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેસીસ નંબરમાં ચેડાં કરી ડુપ્લીકેટ કાગળો તૈયાર કરી દમણની RTOમાં પસિંગ કરવી ટ્રકને વેચી નાખતા
  • ચોરીના વાહનો પકડાય નહી અને રિ-સેલ વેલ્યું વધે એ માટે તરકીબ શોધી કાઢી

વલસાડ LCBની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કેટલાક ઈસમો અન્ય રાજ્યમાંથી રોડ ઉપરથી ટ્રકની ચોરી કરી તેના ચેસીઝ નંબરમાં ચેડાં કરી ઉત્તર પૂર્વી રાજ્યોમાં સ્કેપમાં ગયેલા વાહનોના ચેસીઝની યાદી મેળવી ચોરી કરેલી ટ્રકોમાં લગાવી દમણ RTOમાં ટ્રકનું પસિંગ કરવી ટ્રકો વેચીનાખવાનું ષડયંત્ર આચરનાર આરોપીઓને પૈકી 3 આરોપીઓને 1 કરોડથી વધુને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. વલસાડ પોલોસે મહારાષ્ટ્રની 2 અને દિલ્હીની 2 ટ્રક ચોરીનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી હતી. આરોપીઓ પૈકી 2 આરોપીઓ વલસાડ જિલ્લામાં ટ્રક ચોરીના ગુનાઓમાં ઝડપાઇ ચુક્યા હતા.

વલસાડ LCBના ASI અલ્લારખુને મળેલી બાતમીના આધારે દમણ ખાતે રહેતો એક ઈસમ અન્ય રાજ્યોમાંથી ટ્રકો ચોરી કરીને દમણ ખાતે લાવીને ચોરાયેલી ટ્રકોમાં અન્ય રાજ્યોના સ્કેપમાં ગયેલી ટ્રકોના ચેસીઝ નંબર મેળવીને ચોરી કરેલી ટ્રકોમાં તે ચેસીઝ નંબર લગાવી તે વાહનોના ડુપ્લીકેટ કાગળો તૈયાર કરીને દમણની RTOમાં ટ્રક પાસિંગ કરવી અન્ય લોકોને ટ્રક વેચી નાખતા હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે વલસાડ LCBના PI ગૌસ્વામી અને PSI પનારાની ટીમે આરોપીઓને ઝડપી પૂછપરછ કરતા આરોપીઓ પાસે થી 13 ટ્રક અને 2 કાર અન્ય રાજ્યોમાંથી ચોરી કરેલી હોવાનું જાણવા મળ્યું હતુ.

વલસાડ LCBની ટીમે મહારાષ્ટ્રના 2 અને દિલ્હીના 2 ટ્રક ચોરી ગુના નો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. વલસાડ LCBની ટીમે આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ સહિતના અન્ય રાજ્યોના હાઇવે ઉપર લોક કરી પાર્ક કરેલા ટ્રકો ચોરી કરી દમણ ખાતે લાવતા હતા. ઉત્તર પૂર્વી રાજ્યોમાં સ્કેપમાં ગયેલી ટ્રકોના ચેસીઝ નંબર મેળવી તે ચેસીઝ નંબરો ચોરી કરેલી ટ્રાકોમાં લગાવી ટ્રાકોના દસ્તાવેજી કાગળો તૈયાર કરીને દમણ RTOમાં પસિંગ કરવી તે ટ્રકને અન્ય લોકોને વેચી નાખતા હોવાની ઝડપાયેલા 3 આરોપીઓએ કબૂલાત કરી હતી. વલસાડ LCBની ટીમે ઉમરગામના 2 અને દમનનો 1 ઈસમ મળી કુલ 3 આરોપીઓની ધરપકડ કરી 13 ટ્રકો અને 2 કાર મળી કુલ 1 કરોડ થી વધુનો મુદ્દલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

વાપી, મહારાષ્ટ્રમાં આ જગ્યાએ વોન્ટેડ હતા
આરોપી મોહમદ સલમાન મોહમદ શકીલ વાપી જીઆઇડીસી અને મહારાષ્ટ્રના નારપોલી પોલીસ સ્ટેશનમાં ચોરીમાં વોન્ટેડ હતો. જ્યારે મહમુદ રમઝાન ખાન મહારાષ્ટ્રના ઔરંગાબાદ અજન્ટા પોલીસ સ્ટેશનમાં અને આરોપી જાબીર અબ્દુલ ગફાર શેખ મહારાષ્ટ્રના નારપોલી પોલીસ સ્ટેશને ચોરીના ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે.

આરોપી જાબીર શેખનો ગુનાહિત ઇતિહાસ
આરોપી મોહમદ જાબીર અબ્દુલ ગફાર શેખ ઉમરગામ તાલુકાના ડેહલી મુલ્લાપાડામાં રહે છે. વર્ષ 2016થી 2018 સુધીમાં વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં તેના વિરૂદ્ધ ત્રણ ગુના અને સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનમાં એક તેમજ પારડી પોલીસ સ્ટેશનમાં ચોરીનો એક ગુનો નોંધાઇ ચૂક્યો છે. આરોપી જાબીર શેખ આ ગેંગમાં મુખ્ય આરોપી હોવાનું પોલીસ માની રહી છે. આરોપીઓની ધરપકડ બાદ આગળની તપાસ જીઆઇડીસી પીઆઇ વી.જી ભરવાડને સોપાતા રિમાન્ડ દરમિયાન હજુ કેટલાક ગુનાઓ બહાર આવવાની શક્યતા છે.

રિ-પાસીંગ કરી વાહનો વેચતા હતા
આરોપીઓ એકબીજા સાથે મળી ભારતના અલગ અલગ રાજ્યોમાંથી વાહનોનો ચોરીઓ કરી ટોટલ લોસ થયેલ વાહનોની આરસી બુક મેળવી એન્જીન-ચેસીસ નંબર સાથે છેડછાડ કરી યેનકેન રીતે ભારતના પુર્વોત્તર રાજ્યો અરૂણાંચલ પ્રદેશ, અસમ, નાગાલેંન્ડ આરટીઓ માંથી એનઓસી મેળવી સંઘપ્રદેશ આરટીઓમાં રી-પાસીંગ કરાવી જેન્યુન બાયરને વેચી નાખી સુનિયોજીત કાવતરાના ભાગરૂપે રેકેટ ચલાવતા હતા.

RTOમાં સંડોવણીની તપાસ થશે
આરોપીઓ પુર્વોત્તર રાજ્યોના આરટીઓ ઓફિસમાંથી વાહનોની એનઓસી મેળવી લેતા હતાં. ત્યારબાદ સંઘપ્રદેશ દમણ આરટીઓમાં વાહનોનું રિ-પાસીંગ કરાવતા હતા. ચોરીના વાહનોને રિ-પાસીંગ કરાવવામાં આરટીઓ અધિકારી અથવા આરોપીઓને મદદ કરનારાઓની તપાસ પણ પોલીસ કરશે. તે સિવાય આરટીઓ દલાલોની ભૂમિકાની પણ તપાસ કરવામાં પોલીસ જોતરાઇ ગઇ છે. આરટીઓની સંડોવણીની તપાસમાં વધુ તથ્ય બહાર આવી શકે તેમ છે.

મહારાષ્ટ્ર અને દિલ્હીના ગુનાઓ ઉકેલાયા
આરોપીઓ મહારાષ્ટ્રના થાણે શહેર નીઝામપુર પોલીસ સ્ટેશન, મહારાષ્ટ્ર દેવનાર પોલીસ સ્ટેશન, ડીસ્ટ્રીક્ટ ક્રાઇમ બ્રાન્ચ દિલ્હી ગાજીપુર ઇસ્ટ અને ડીસ્ટ્રીક્ટ ક્રાઇમ બ્રાંચ દીલ્હી ઇસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહનોની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...