વિદેશી દારૂની હેરાફેરી:વલસાડ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારમાં બનાવેલા ચોર ખાનામાંથી 140 બોટલ દારૂનો જથ્થો જપ્ત

વલસાડના ગુંદલાવથી દારૂ ભરેલી કાર પોલીસે ઝડપી પાડી છે. કારમાં બનાવેલા ચોર ખાનામાંથી 140 બોટલ દારૂનો જથ્થો સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ઉમરગામ GIDC રોડ ઉપર એક મોપેડ ઉપર અને દહેરી ખાતે એક બુટલેગરના ઘર આગળ ઝાડીઓમાં સંતાડી રાખેલો 331 બોટલ દારૂના જથ્થા સાથે 1 ને ઝડપી પાડ્યો હતો. જ્યારે 1 મહિલા સહિત 2 વોન્ટેડ જાહેર કરાયા છે.

વલસાડ LCBની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે એક કાર્ડ નંબર (GJ-15-CF-2511)માં દમણથી દારૂનો જથ્થો ભરી સુરત તરફ જઇ રહ્યા હોવાની બાતમી મળી હતી.

મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે ગુંદલાવ ચોકડી પાસે બાતમી વાળી કારની વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમી વાળી કાર આવતા કારને અટકાવવાનો ઈશારો કરતા કારના ચાલકે પકડાઈ જવાની બીકે કારને પૂર ઝડપે આગળ હંકારી મુકી હતી.

એલસીબીની ટીમે કારનો ફિલ્મી ઢબે પીછો કરી સરોધી હાઇવે ઉપર કારને અટકાવી ચેક કરતા કારમાં બનાવેલા ચોર ખાનામાંથી 140 બોટલ દારૂનો જથ્થો એલસીબીની ટીમ ને મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે કારનો ચાલક વિનોદ પ્રવીણભાઈ પટેલની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરતા આ જથ્થો સુકલો નામના ઈસમે ભરાવી આપ્યો હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે દારૂનો જથ્થો કાર અને મોબાઇલ મળી કુલ 5.54 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂ ભરાવનાર સુકલો નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...