તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોખંડ ચોર:વલસાડ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અવાવરૂ જગ્યાએ લોખંડની ફ્રેમ સંતાડતો ચોર ઝડપ્યો

વલસાડ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસની પૂછપરછમાં 35 કિલોની લોખંડની ફ્રેમ ચોરી કરી હોવાની કબૂલાત કરી
 • ચોરે બંધ કંપનીમાંથી કરી હતી ચોરી

વલસાડની રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન જૂની GIDC પાસે ડેમોસા કંપની સામે આવેલી અવારૂ જગ્યામાં એક ઈસમ કઈક ગેરકાયદે પ્રવૃત્તિ કરતો હોવાની પોલીસના જવાનોને શંકા જતા ઇસમને અટકાવી પૂછપરછ કરતાં તે લોખંડ ચોર નિકળ્યો હતો.

દિપક ઇન્ડસ્ટ્રી નામની કંપનીમાંથી કરી ચોરીરાજ્યમાં તરખટોનો તરખાટ દિવસે દિવસે વધી રહ્યો છે. ગઇકાલે રાત્રે વલસાડની રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન જૂની GIDC પાસે ડેમોસા કંપની સામે આવેલી અવાવારૂ જગ્યામાં એક ઈસમ કંઈક સંતાડી રહ્યો હતો. પોલીસના જવાનોને શંકા જતા ઇસમને અટકાવી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં જૂની GIDCમાં આવેલી બંધ પડેલી દિપક ઇન્ડસ્ટ્રી કંપનીમાંથી 35 કિલોની લોખંડની ફ્રેમ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

એક સાગરીતને વોન્ટેડ જાહેર કર્યોપોલીસે 35 કિલો ચોરેલી લોખંડની ફ્રેમ સાથે આરોપી વિજય ઈશ્વરભાઈ નાયકાને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેના સાગરીત અશોક સુરેશ યાદવને વોન્ટેડ જાહેર કર્યો હતો. તો કંપની સંચાલક રમણભાઈ છોટાભાઈ પટેલને ઘટનાની જાણ કરી કંપની સંચાલક પાસેથી ચોરીની ફરિયાદ નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો