માગ:વલસાડ ઓવાડા પંચાયતના હોદ્દેદારો એજન્સી સંચાલકો પાસે ખંડણી માગતા હોવાની રાવ

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ 7ના સભ્યો- ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માગ કરી

સુજલામ સુફલામ યોજના હેઠળ વલસાડના ઓવાડા ગામના બે તળાવમાંથી માટી ખોદકામ કરવા જે.બી અર્થ મૂવર્સ નામની એજન્સીને વર્ક ઓર્ડર આપ્યા બાદ ગ્રામ પંચાયતના હોદ્દેદારો દ્વારા એજન્સીના સંચાલકો પાસેથી ખંડણી માંગતા હોવાનો આક્ષેપ સાથે આજરોજ ઓવાડા ગ્રામ પંચાયતના સભ્ય અને ગ્રામજનો સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી છે.

ઓવાડા ગામે રહેતા અને ગ્રામ પંચાયતના વોર્ડ 7 ના સભ્ય ભાવેશ પરાગભાઈ પટેલ તથા મુળી ગામના પરિમલ પ્રકાશ પટેલ તથા ગ્રામજનો આજરોજ વલસાડ જિલ્લા કલેકટર કચેરીએ મોરચો માંડી જે.બી. અર્થ મૂવર્સ ની એજન્સીને ગ્રામ પંચાયત સર્વે નંબર 285 અને 529 ખાતા નંબર 474 વાળી તળાવમાંથી માટી ખોદકામ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

વલસાડ દમણગંગા નહેર સંશોધન વિભાગ માંથી ગામના બંને તળાવનો વર્ક ઓર્ડર આપ્યો હતો. ઓવાડા ગ્રામ પંચાયતના સભ્ય ભાવેશભાઈ એ જણાવ્યું કે સરકારની સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવમાંથી માટી ખોદી ગામનો વિકાસ અને ગામના ખેડૂતોના ખેતરમાં, તથા ગામમાં બનાવવામાં આવેલ મંદિરના પુરાણમાં માટી નાખવામાં આવતી હતી.

તેમ છતાં ગ્રામ પંચાયતના હોદ્દેદારો એ એજન્સી સંચાલક ને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરી માટી ખોદકામનું કામ અટકાવી દીધું હતું.જોકે સુજલામ સુફલામ યોજના હેઠળ પંચાયતમાં કોઈપણ જાતની રકમ આપવામાં આવતી નથી તેમ છતાં ઓવાડા ગ્રામ પંચાયતના હોદ્દેદારો જબરજસ્તી ખંડણી માગતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેની ન્યાય માંગ સાથે આજરોજ ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા મળી જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...