કોર્ટનો નિર્ણય:વલસાડ ઓનલાઇન 3.23 લાખની છેતરપિંડી કરનારના જામીન રદ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરતના યુવકે 55 વર્ષીય વડીલ સાથે વિશ્વાસઘાત કર્યો હતો

સુરતના એક ઠગ યુવાને તેના પડોશમાં રહેતા વલસાડ ગુંદલાવના 55 વર્ષીય વડીલ સાથે મિત્રતા કેળવી તેમનું બેંક એટીએમનું પાસવર્ડ મેળવી બારોબાર બેંકમાંથી છેલ્લા 9 માસ દરમિયાન રૂ.3.23 લાખનો ચુનો ચોપડનાર આરોપીના જામીન વલસાડ સેશન્સ કોર્ટે ફગાવી દીધાં છે.

વલસાડની ગુંદલાવ જીઆઇડીસીમાં રવિ ટ્રાન્સપોર્ટની બાજૂમાં શક્તિ નગરમાં રહેતા 55 વર્ષીય ગોરધનભાઇ ભીખાભાઇ રાઠોડ અગાઉ સુરત ઘોડદોડ રોડ ઉપર પનાસ ગામ,એગ્રીકલ્ચર ફાર્મ પાસે રહેતા કુણાલ વસંતભાઇ પવાર નામના 30 વર્ષીય યુવાનના પડોશમાં રહેતા હતા.દરમિયાન આ યુવાન સાથે મિત્રતા થતાં તેમના બેંક એકાઉન્ટમાંથી એટીએમ દ્વારા પૈસા ઉપાડવા વડીલ તેની મદદ મારફત પૈસા ઉપાડતા હતા.

છેલ્લા 9 માસથી તેમણે તેમના બેંક એકાઉન્ટની તપાસ કરી ન હતી.ત્યારબાદ તપાસ કરતાં બેંક એકાઉન્ટમાંથી રૂ.3.23 લાખની રકમ કોઇક અજાણ્યો ઇસમ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન મારફત ઉપાડી ગયો હોવાની ફરિયાદ 1 સપ્ટેમ્બર 2021ના રોજ વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસ સક્રિય થઇ ગઇ હતી.આ કેસના આરોપી કુણાલ પવારને ઝડપી જેલભેગો કર્યો હતો.જેણે વલસાડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકતા ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી એડિ.સેશન્સ જજ એમ.આર.શાહે આરોપીની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...