• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad One Of Your Activists Was Suspended From The Party For Blabbering On In Front Of The Media Without Informing The Party

કડક કાર્યવાહી:વલસાડ આપના એક કાર્યકરે પાર્ટીની જાણ બહાર મીડિયા સમક્ષ બફાટ કરતા પાર્ટીમાં સસ્પેન્ડ કરાયા

વલસાડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પ્રમુખે સોશ્યલ મીડિયાના માધ્યમથી વિગત આપી

વલસાડ જિલ્લાના વાપી નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કે જિલ્લા ભાજપ પ્રમુખ અને ચૂંટણી પ્રભારીને કોઈપણ જાણ કે પરવાનગી મેળવ્યા વગર આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે મીડિયામાં બફાટ કરવા બદલ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયા અને જિલ્લા પ્રમુખ અને ચૂંટણી પ્રભારીની મળેલી બેઠકમાં વાપીના આમ આદમી પાર્ટીના કાર્યકર સુભાષ યાદવને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.

વલસાડ જિલ્લાની વાપી નગર પાલિકાની સામાન્ય ચૂંટણી 28 નવેમ્બરના રોજ જાહેર થતા નગર પાલિકાના રાજકારણમાં ગરમાટો આવ્યો હતો. વાપી નગર પાલિકાની 44 બેઠક ઉપર ઉમેદવારી નોંધાવવા ઉમેદવારોની દોડધામ વધી ગઈ હતી. વાપી નગર પાલિકામાં ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે વાપી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે જિલ્લા પ્રમુખ અને વાપીના પ્રભારી સહિત ઉમેદવારોના ફોમ ભરવામાં વ્યસ્ત હતા. તેમની જાણ બહાર આમ આદમી પાર્ટીના એક કાર્યકારે આમ આદમી પાર્ટીના પ્રભારી કે જિલ્લા પ્રમુખની જાણ બહાર મીડિયામાં બફાટ કર્યો હતો. જેને જાણ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, જિલ્લા પ્રમુખ અને પ્રભારીને થતા તાત્કાલિક અસરથી આમ આદમી પાર્ટીના કાર્યકર સુભાષ યાદવને પાર્ટીમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો. જિલ્લા પ્રમુખ જીતુભાઇ દેસાઈએ મીડિયા કર્મીઓને સોશ્યલ મીડિયાના માધ્યમથી જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...