મન્ડે પોઝિટિવ:વલસાડ મુસ્લિમ સમાજ-WREUના કાર્યકરોએ કોરાનામાં ઓક્સિજન ઘરે પહોંચાડી 200 દર્દીના જીવ બચાવ્યા

વલસાડ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેડ ફુલ થતા દર્દીઓને ઘરમાં જ ઓક્સિજનના સિલિન્ડરો પહોંચાડી બાટલા ચઢાવ્યા

કોવિડની બીજી લહેરમાં મહત્તમ દર્દીઓનું ઓક્સિજન લેવલ ઓછું થતા એમને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવા ની જરૂરિયાત ઉભી થતી હતી.વલસાડ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં તેમજ અન્ય ખાનગી હોસ્પિટલમાં કોવિડના બેડ ફૂલ થઈ ગયા પછી પણ વલસાડમાં તેમજ વલસાડ ના અન્ય ગામોમાં ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયા હોય તેવા ઘણા દર્દીઓના પરિવારજનોમાં બુમ પોકારાઇ રહી હતી ત્યારે આવા મુશ્કેલ સમયમાં વલસાડ મુસ્લિમ સમાજ, વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન અને મુસ્લિમ કોમ્યુનિટી નેટવર્ક, આલીપોર દ્વારા ઓક્સિજનની વ્યવસ્થા કરવાનું બીડું ઝડપી લેવામાં આવ્યું હતું.

આ સંસ્થાના કાર્યકરોએ ઓક્સિજન સિલિન્ડરો મેળવી જિલ્લામાં જરૂરિયાતમંદ દર્દીઓના ઘરે ઘરે જઇને જાણકારોની મદદથી ઓક્સિજનની બોટલ ચઢાવી દર્દીઓનું ઓક્સિજન લેવલ મેઇનટેેન કર્યું હતું. અમુક ક્રિટિકલ કિસ્સામાં દર્દીનું ઓક્સિજન લેવલ 38 પર મળ્યું તો અમુક ઓક્સિજન લેવલ 74 પર મળ્યું આવા સંજોગોમાં ડો. એમ.એમ. કુરેશી (એમ.એસ),ડો. મૃણાલ દેસાઈ (એમ.ડી) ની સલાહ સુચન લઈને ઓક્સિજનનું ફલૉ આપ્યો હતો.

દેવદૂત બન્યા આ કોરોના વોરિયર્સ, બે કાર્યકરો પણ કોરોનાના શિકાર બન્યા
આ સેવા અભિયાનમાં બે કાર્યકર્તા કિશોર પટેલ અને બુરહાન ટેલર પોઝિટિવ થયા હતા. છતાં પણ અન્ય કાર્યકર્તાઓએ હિમત કેળ‌વી સેવા જારી રાખી હતી.સેવાભાવી ડો.એમ.એમ કુરેશી અને ડો. મૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઢળ મુસ્લિમ સમાજ ના બુરહાન ટેલર, હમઝા સૈયદ, સમીર બેલીમ, નવાઝ ફુલારા, તલ્હા મુલ્લા, ઇકબાલ કુરેશી, WREUના હુસેન બેલીમ, કિશોર પટેલ,સ્મિતા પટેલ, મુનાવર શેખ, નવીન પટેલ તેમજ મુસ્લિમ કોમ્યુનિટી નેટવર્ક આલીપોરના સઈદ ભાઈ લુનાત, જાવેદ ભાઈ ખાન તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવી, આર્થિક નબળા પરિવારજનોને મૃતક દર્દી માટે અંતિમવિધિ સુધી સેવા આપી

અન્ય સમાચારો પણ છે...